IPL 2022 Final Photos: ગુજરાત ટાઇટન્સે ડેબ્યૂ સિઝનમાં રાજસ્થાનને હરાવી ઇતિહાસ રચ્યો
ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને IPL 2022નું ટાઇટલ જીત્યું. ફાઈનલ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગુજરાતે માત્ર 18.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App131 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ એક સમયે 23ના સ્કોર પર 2 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. આ દરમિયાન હાર્દિક અને ગીલે 63 રનની ભાગીદારી કરી હતી. જોકે આ દરમિયાન હાર્દિક 34 રન બનાવીને આઉટ થયો હતો. (ફોટો ક્રેડિટ: iplt20.com)
તેના સિવાય ડેવિડ મિલરે પણ 19 બોલમાં 32 રનની ઇનિંગ રમીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. (ફોટો ક્રેડિટ: iplt20.com)
કેપ્ટન હાર્દિક પંડ્યા (3/17) અને રવિ શ્રીનિવાસન સાઈ કિશોર (2/20)ની ઘાતક બોલિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ટાઇટલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 20 ઓવરમાં 130 રન પર રોકી દીધી હતી. (ફોટો ક્રેડિટ: iplt20.com)
રાજસ્થાન તરફથી આ મેચમાં જોસ બટલરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 39 રનની ઇનિંગ રમી હતી. (ફોટો ક્રેડિટ: iplt20.com)
ટીમ તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 22 રનનું યોગદાન આપ્યું. (ફોટો ક્રેડિટ્સ: iplt20.com)
તે જ સમયે, આ મેચમાં ફર્ગ્યુસને IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. તેણે 157.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. (ફોટો ક્રેડિટ: iplt20.com)
આ સિવાય રાજસ્થાન રોયલ્સનો લેગ સ્પિનર ચહલ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે આ સિઝનમાં 27 વિકેટ લઈને પર્પલ કેપ હાંસલ કરી છે. (ફોટો ક્રેડિટ: iplt20.com)