KKR vs PBKS: પંજાબ કિગ્સની 'મિસ્ટ્રી ફેન'થી લઇને રાહુલ ચહરનું ખાસ સેલિબ્રેશન, જુઓ મેચની પાંચ બેસ્ટ તસવીરો
KKR vs PBKS: મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી IPL 2022 ની આઠમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ ટીમ 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એક સમયે કોલકત્તા નાઇટ રાઇડર્સની સાત ઓવરમાં 51 રનમાં ચાર વિકેટ પડી હતી. પરંતુ આ પછી આન્દ્રે રસેલે તોફાની ઇનિંગ રમીને કોલકત્તાને જીત અપાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકાતા નાઈટ રાઈડર્સની આ જીતનો હીરો આન્દ્રે રસેલ હતો. તેણે માત્ર 31 બોલમાં અણનમ 70 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી બે ચોગ્ગા અને આઠ છગ્ગા આવ્યા હતા. તેની સાથે સેમ બિલિંગ્સ પણ 24 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો.
પંજાબ તરફથી મળેલા 138 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. વેંકટેશ ઐય્યર ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તે માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અજિંક્ય રહાણે પણ 12 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસે પાંચ ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. પરંતુ બીજી તરફ નીતિશ રાણા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. કોલકત્તાએ સાત ઓવરમાં 51 રનના સ્કોર પર પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે, આ પછી આન્દ્રે રસેલ અને સેમ બિલિંગ્સે પાંચમી વિકેટ માટે અણનમ 90 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. રસેલે માત્ર 31 બોલમાં અણનમ 70 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે બે ચોગ્ગા અને આઠ સિક્સ ફટકારી હતી. સેમ બિલિંગ્સ 23 બોલમાં 24 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી હતી.
આ સાથે કોલકાતાના ખેલાડીઓએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ કબજે કરી હતી. ઓરેન્જ કેપ હવે આન્દ્રે રસેલના નામ પર રાખવામાં આવી છે. બીજી તરફ પર્પલ કેપ ઉમેશ યાદવના નામે છે.