IPL 2022: આઈપીએલમાં અત્યાર સુધીમાં આ બોલર્સે કર્યો છે દમદાર દેખાવ, જાણો કોણ કોણ છે
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આ મેચમાં જસપ્રીત બુમરાહે માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. મેચમાં બુમરાહની બોલિંગ T20 ક્રિકેટની સર્વશ્રેષ્ઠ બોલિંગ સાબિત થઈ હતી. જસપ્રિત બુમરાહે ફેંકેલી 4 ઓવરમાં માત્ર 10 રન આપ્યા હતા અને એક ઓવર મેડન કાઢી હતી. આટલું જ નહીં, તેણે 18 બોલ ખાલી કાઢ્યા હતા અને આખી ઈનિંગમાં બુમરાહના બોલ પર માત્ર એક ચોગ્ગો આવ્યો હતો. આ દરમિયાન બુમરાહ પૂરા ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે બેટ્સમેનોને રન બનાવતાં રોકી લીધા હતા. જસપ્રીત બુમરાહે જે પાંચ વિકેટ લીધી હતી, તેણે માત્ર 9 બોલના અંતરમાં લીધી હતી. બુમરાહની આ ખતરનાક બોલિંગે કોલકાતા નાઈટ રાઈડર્સના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યું હતું. (Source: IPL Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસિંદુ હસરંગાઃ આરસીબીના બોલર હસરંગાએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 18 રનમાં 5 વિકેટ લીધી હતી. (Source: Iplt20.com)
ઉમરાન મલિકઃ સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલરે સૌને પ્રભાવિત કર્યા છે. તેણે ગુજરાત ટાઈટન્સ સે 25 રનમા 5 વિકેટ લીધી હતી. (Source: Iplt20.com)
યુઝવેંદ્ર ચહલઃ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં કોલકાતા સામે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી 40 રનમાં 5 વિકેટ લીધી હતી. (Source: Iplt20.com)
આંદ્રે રસેલઃ કોલકાતા નાઇટ રાઇડર્સના આંદ્રે રસેલે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે 5 રનમાં 4 વિકેટ લીધી હતી. (Source: Iplt20.com)
કુલદીપ યાદવઃ ચાઇનામેન બોલર કુલદીપ યાદવે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 14 રનમાં 4 વિકેટ લીધી હતી. (Source: Iplt20.com)