Photos: વાઈન ટેસ્ટિંગનું કામ કરે છે SRH ના કેપ્ટન એડન માર્કરામની ગર્લફ્રેંડ, 10 વર્ષથી રહે છે સાથે
આઈપીએલની 16મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની કેપ્ટનશીપ કરી રહેલા એડન માર્કરામ માટે ભલે આ સીઝન સારી રહી ન હોય, પરંતુ તેની લવ સ્ટોરી ચોક્કસથી ખાસ રહી છે. એડન માર્કરામની પત્નીનું નામ નિકોલ ડેનિલી ઓ'કોનર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએડન માર્કરામ તેની પત્ની નિકોલને પ્રથમ વખત મળ્યો હતો જ્યારે તે હાઈસ્કૂલમાં હતો. માર્કરામ અને નિકોલ લગભગ 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. નિકોલે માર્કરામને પહેલીવાર રગ્બી રમતા જોયો હતો.
જ્યારે નિકોલ માર્કરામને રગ્બી રમતા જોયો, ત્યારે તે તે જ સમયે તેના પ્રેમમાં પડી ગઈ. અહીંથી બંનેની લવસ્ટોરી આગળ વધી. નિકોલ વ્યવસાયે એક આંત્રપ્રિન્યોર છે અને તેનો ઓનલાઈન જ્વેલરી બિઝનેસ પણ છે.
એડન માર્કરામની પત્ની નિકોલ પણ વાઇન ટેસ્ટિંગનું કામ કરે છે. નિકોલ ઘણીવાર મેચ તેને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર જોવા મળે છે. જ્યારે એડન સાઉથ આફ્રિકા ટી20 લીગમાં સદી ફટકારી ત્યારે નિકોલ ખુશીમાં રડવા લાગી હતી.
નિકોલ ચેરિટી પણ કરે છે અને તે અબા હાઉસ સાથે સંકળાયેલી છે જે અનાથ બાળકોને ઘર આપવાનું કામ કરે છે. નિકોલ દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે.
નિકોલ હાલમાં Aiden Markram સાથે ભારતમાં છે. બંનેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. રાજસ્થાન સામેની જીત બાદ માર્કરામ નિકોલને મળ્યો હતો અને તેને કિસ કરી હતી.
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ