Photos: આઈપીએલનો નવો સ્પીડ કિંગ, ડેબ્યૂ મુકાબલામાં જ બન્યો પ્લેયર ઓફ ધ મેચ
લખનઉ સુપર જાયન્ટ્સના બોલર મયંક યાદવે શાનદાર સ્ટાઈલમાં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. આ બોલરે 4 ઓવરમાં 27 રન આપીને પંજાબ કિંગ્સના 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમયંક યાદવને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ આ બોલરની સ્પીડથી માત્ર ક્રિકેટ ફેન્સ જ નહીં પરંતુ દિગ્ગજ ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
મયંક યાદવે 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સિવાય તે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત બોલ ફેંકતો રહ્યો. મયંક યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ડેલ સ્ટેન અને બ્રેટ લી જેવા ભૂતપૂર્વ મહાન ખેલાડીઓએ મયંક યાદવની પ્રશંસા કરી હતી. આ સિવાય ઘણા ક્રિકેટરો મયંક યાદવની બોલિંગ પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
મયંક યાદવ ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે પંજાબ કિંગ્સ સામે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)