રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વિરાટ-ધોની બાદ આમ કરનારો બન્યો ત્રીજો ખેલાડી
રોહિત એક જ ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનાર ત્રીજો ખેલાડી બન્યો છે. હૈદરાબાદ સામે મુંબઈ માટે રોહિતની આ 200મી મેચ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યાર સુધી આઈપીએલમાં માત્ર અનુભવી એમએસ ધોની અને વિરાટ કોહલી જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહેન્દ્ર સિંહ ધોની અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલી IPLમાં પોતપોતાની ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમ્યા છે.
IPLમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે.
તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 252 મેચ રમી છે, જેમાં તેણે 135ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 5082 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 24 અડધી સદી છે.
વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે આઈપીએલમાં અત્યાર સુધી 239 મેચ રમી છે,
જેમાં તેણે 130ના સ્ટ્રાઈક રેટથી 7361 રન બનાવ્યા છે. IPLમાં વિરાટના નામે 7 સદી અને 51 અડધી સદી છે.