Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
IPL 2025 માટે બે દિવસીય હરાજી જેદ્દાહમાં ચાલી રહી છે. પ્રથમ દિવસે એટલે કે રવિવારે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા અને કુલ રકમ 467.95 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતી. જેમાં 24 વિદેશી ખેલાડીઓ સામેલ હતા. 4 આરટીએમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેગા ઓક્શન માટે 1574 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા હતા. તેમાંથી માત્ર 577ની પસંદગી કરવામાં આવી છે. આ પસંદ કરાયેલા ખેલાડીઓ પર બિડિંગ કરવામાં આવશે. મલ્લિકા સાગર આ વખતે પણ IPLની હરાજી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મલ્લિકા સાગરે 2024ની IPL ઓક્શન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
મલ્લિકા સાગર આર્ટ જગતનું જાણીતું નામ છે. તેણીએ ઘણી આર્ટની હરાજી કરી છે. દુબઈમાં યોજાયેલી છેલ્લી આઈપીએલ હરાજી પણ મલ્લિકા સાગર દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. આ વખતે પણ મલ્લિકા સાગર મેગા ઓક્શનમાં ખેલાડીઓની હરાજી કરતા જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે મલ્લિકાનો જન્મ મુંબઈમાં એક બિઝનેસ ફેમિલીમાં થયો હતો. મલ્લિકાએ બ્રાયન મોર કોલેજ, ફિલાડેલ્ફિયા, યુએસએમાંથી કલા ઇતિહાસનો અભ્યાસ કર્યો છે.
તેણે વર્ષ 2001માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. મલ્લિકા સાગરે માત્ર 26 વર્ષની ઉંમરે ઓક્શનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અમેરિકાથી પરત આવ્યા બાદ તેઓ મુંબઈમાં રહે છે. તેમણે ભારતની પ્રો કબડ્ડી લીગની હરાજીમાં પોતાની ઓળખ બનાવી હતી.
મલ્લિકા સાગરની નેટવર્થની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર તેની નેટવર્થ લગભગ 15 મિલિયન ડોલર છે. મલ્લિકા સાગરે પ્રો કબડ્ડી લીગમાં સ્પોર્ટ્સ ઓક્શનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. PKLની આઠમી સિઝનમાં મલ્લિકા સાગર ઓક્શનર હતા. આ પછી તેઓ ક્રિસ્ટીઝની પ્રથમ ભારતીય ઓક્શનર બન્યા. મલ્લિકા પાસે 26 વર્ષનો અનુભવ છે.