Photos: RCBએ 3 ખેલાડીઓ પર ખર્ચ્યા 37 કરોડ રૂપિયા, મેગા ઓક્શનમાં આ 5 ખેલાડીઓ પર લગાવશે મોટો દાવ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 પહેલા માત્ર ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, જેના માટે તેમણે કુલ રૂ. 37 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ત્રણ ખેલાડીઓમાં વિરાટ કોહલી (21 કરોડ), રજત પાટીદાર (11 કરોડ) અને યશ દયાલ (5 કરોડ)નો સમાવેશ થાય છે. આ સિવાય મેગા ઓક્શનમાં ટીમ આ પાંચ ખેલાડીઓને નિશાન બનાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિષભ પંતઃ ગત સિઝન સુધી દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળનાર ઋષભ પંત મેગા ઓક્શનમાં આવ્યો છે. RCB પંત પર મોટી બોલી લગાવી શકે છે.
કેએલ રાહુલ: કેએલ રાહુલે છેલ્લી ત્રણ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સની કમાન સંભાળી હતી. હવે તે મેગા ઓક્શનમાં આવ્યો છે. તેની જૂની ટીમ એટલે કે RCB રાહુલ પર મોટી બોલી લગાવી શકે છે.
જોસ બટલર: IPL 2024માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર જોસ બટલર આ સિઝનની હરાજીમાં હાજર રહેશે. આરસીબી ઓપનર તરીકે બટલરને નિશાન બનાવી શકે છે.
મોહમ્મદ શમીઃ ગત સિઝન સુધી ગુજરાત ટાઇટન્સનો હિસ્સો રહેલા મોહમ્મદ શમીએ હરાજીમાં પ્રવેશ કર્યો છે. RCB IPL 2025 માટે શમી પર દાવ લગાવી શકે છે.
કાગિસો રબાડા: દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા પણ IPL 2025 માટે મેગા ઓક્શનમાં સામેલ થયો છે. બોલિંગ યુનિટને મજબૂત કરવા માટે RCB રબાડા પર દાવ લગાવી શકે છે.