IPL 2023: આગામી સીઝનમાં જોવા મળશે આ મહિલા એન્કર્સનો જલવો, જાણો કોણ કોણ છે લિસ્ટમાં સામેલ?
આઈપીએલની આગામી સીઝનમાં ફરી એકવાર રમતગમતની સાથે ગ્લેમરનો રંગ જોવા મળશે, જેમાં ઘણી મહિલા એન્કર વિવિધ ભાષાઓમાં એન્કરિંગની જવાબદારી સંભાળતી જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સીઝન 31 માર્ચથી શરૂ થઈ રહી છે, જેમાં એક તરફ મેદાન પર ઉત્સાહનો માહોલ જોવા મળશે, તો બીજી તરફ મહિલા એન્કર પણ મેદાનની બહાર જોવા મળશે.
આ યાદીમાં પહેલું નામ રિદ્ધિમા પાઠકનું છે, જે આગામી સીઝનમાં Jio સિનેમા એપ પર હિન્દી ભાષાના પ્રસારણ દરમિયાન એન્કર તરીકે જોવા મળશે. ક્રિકેટ સિવાય રિદ્ધિમાએ કોમનવેલ્થ ગેમ્સમાં એન્કર તરીકે પણ કામ કર્યું છે.
આ વખતે સુપ્રિયા સિંહને પણ મહિલા એન્કર્સમાં સ્થાન મળ્યું છે, આ પહેલા આ મહિલા એન્કરે IPL ઓક્શન દરમિયાન ગ્લેમર ઉમેર્યું હતું. સુપ્રિયા આગામી સિઝનમાં Jio સિનેમા એપ પર અંગ્રેજી ભાષાના ટેલિકાસ્ટ દરમિયાન એન્કરની ભૂમિકામાં દેખાશે.
IPLની આ સીઝનમાં સુરુભી વૈદ્ય પણ પોતાના એન્કરિંગથી બધાના દિલ જીતવાનો પ્રયાસ કરશે. મહિલા IPL ઓક્શન દરમિયાન લાઇમલાઇટમાં આવેલી સુરુભી આગામી સીઝનમાં Jio સિનેમા એપ પર એન્કરિંગની ભૂમિકામાં દેખાશે.
પંજાબી મૂળની નસપ્રીત કૌર એન્કરિંગની દુનિયામાં જાણીતો ચહેરો છે. નસપ્રીત 2020 IPL સીઝનમાં પહેલીવાર એન્કરિંગ કરતી જોવા મળી હતી.
ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની પત્ની સંજના ગણેશન એન્કરિંગની દુનિયામાં સૌથી પ્રખ્યાત નામોમાંથી એક છે. સંજનાએ IPLની છેલ્લી સીઝનમાં પણ એન્કરિંગની જવાબદારી સંભાળી હતી.