CSK vs SRH: ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગના ટોપ 5 ફોટો, ધોની આ રીતે થયો આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદની શાનદાર બોલિંગને કારણે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) શનિવારે DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાઈ રહેલી IPL 2022ની 17મી મેચમાં 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 154 રન જ બનાવી શકી અને સનરાઈઝર્સ હૈદરાબાદને 155 રનનો ટાર્ગેટ આપ્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCSK તરફથી મોઈન અલી (48), અંબાતી રાયડુ (27) અને કેપ્ટન રવિન્દ્ર જાડેજા (23) એ સૌથી વધુ રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી વોશિંગ્ટન સુંદર અને ટી નટરાજને બે-બે વિકેટ લીધી હતી. સાથે જ ભુવનેશ્વર કુમાર, એડન માર્કરામ અને માર્કો જેન્સને એક-એક વિકેટ લીધી હતી.
અગાઉ, ટોસ હાર્યા પછી બેટિંગ કરવાનું પસંદ કરતા, ચેન્નાઈએ સારી શરૂઆત કરી હતી. હૈદરાબાદની સારી બોલિંગને કારણે ચેન્નાઈએ પાવરપ્લેમાં જ તેમના ઓપનરો ગુમાવ્યા અને માત્ર 41 રન જ કર્યા હતા. આ પછી અંબાતી રાયડુ અને મોઈન અલીએ ઇનિંગ્સને સંભાળી હતી.
દરમિયાન, બંને બેટ્સમેનોએ કેટલાક શાનદાર શોટ રમ્યા હતા, પરંતુ સુંદરને રાયડુ (27) માર્કરામના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, જેના કારણે રાયડુ અને મોઇન વચ્ચે 50 બોલમાં 62 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. ચેન્નાઈએ 13.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા હતા. પરંતુ મોઈન 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન બનાવીને માર્કરામનો શિકાર બન્યો હતો. આ સાથે જ શિવમ દુબે (3) નટરાજનના બોલ પર આઉટ થયો હતો.
CSKના બેટ્સમેનો બોલરોની સામે શ્રેષ્ઠ સાબિત નહોતા થઈ શક્યા કારણ કે એમએસ ધોની (3) પણ જેન્સન દ્વારા 17.3 ઓવરમાં આઉટ થયો હતો. આ પછી કેપ્ટન રવિન્દ્ર જાડેજા (23) ભુવનેશ્વરની બોલ પર વિલિયમસનના હાથે કેચ આઉટ થયો હતો. તે જ સમયે, ડ્વેન બ્રાવો (8) ક્રિસ જોર્ડન (6) અણનમ રહ્યા હતા. આ સાથે જ ચેન્નાઈ 20 ઓવરમાં 7 વિકેટે 154 રન બનાવ્યા હતા. હવે હૈદરાબાદને જીતવા માટે 155 રનની જરૂર છે.