Ricky Ponting Punjab Kings: પંજાબ કિંગ્સના નવા મુખ્ય કોચ બન્યા રિકી પોન્ટિંગ, જાણો IPL 2025માં તેમને કેટલો પગાર મળશે?
પંજાબ કિંગ્સે IPL 2025 પહેલા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીમે રિકી પોન્ટિંગને મુખ્ય કોચ બનાવ્યો છે. પોન્ટિંગ અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે હતો. તેમણે તાજેતરમાં જ પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે પોન્ટિંગ પંજાબ સાથે જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પોન્ટિંગનો અત્યાર સુધી મજબૂત રેકોર્ડ રહ્યો છે. પોન્ટિંગને પંજાબ કિંગ્સ તરફથી પગાર તરીકે મોટી રકમ મળશે.
રિપબ્લિક ટીવીના એક સમાચાર અનુસાર, પોન્ટિંગને દરેક સીઝન માટે દિલ્હી કેપિટલ્સ પાસેથી આશરે રૂ. 3.5 કરોડ મળતા હતા. હવે તેઓ પંજાબમાંથી વધુ પૈસા મેળવી શકે છે.
પંજાબ કિંગ્સ તરફથી પોન્ટિંગને કેટલો પગાર મળશે તે અંગેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.
પોન્ટિંગ પહેલા, બેલિસ પંજાબ કિંગ્સના મુખ્ય કોચ હતા. તે 2023 અને 2024માં ટીમ સાથે રહ્યો. અગાઉ અનિલ કુંબલે આ જવાબદારી સંભાળી રહ્યો હતો.
પોન્ટિંગ સિવાય અન્ય ટીમોના મુખ્ય કોચ પણ મોટી રકમ પગાર તરીકે લે છે. રિપોર્ટ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગને લગભગ 3.5 કરોડ રૂપિયા મળે છે.