IPL 2025: ક્રિેસ ગેલના છગ્ગાનો રેકોર્ડ તોડવાથી કેટલો દુર છે રોહિત ? આઇપીએલમાં થઇ શકે છે મોટું કારનામુ

Rohit Sharma MI: IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. કોહલીએ 272 છગ્ગા ફટકાર્યા છે. રોહિત હાલમાં બીજા સ્થાને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો એક મજબૂત ખેલાડી છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ટુર્નામેન્ટમાં મુંબઈ માટે ટાઇટલ પણ જીત્યું છે. રોહિત તેની વિસ્ફોટક બેટિંગ માટે પણ પ્રખ્યાત છે.

IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે રોહિત બીજા સ્થાને છે. તેણે 257 મેચમાં 280 છગ્ગા ફટકાર્યા છે. પરંતુ હવે રોહિત નંબર વન પણ બની શકે છે.
આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ક્રિસ ગેલ ટોચ પર છે. ગેલે ૧૪૨ મેચમાં ૩૫૭ છગ્ગા ફટકાર્યા છે. રોહિત હાલમાં ગેઇલના આ રેકોર્ડથી દૂર છે.
ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવા માટે રોહિતને 77 છગ્ગા મારવા પડશે. IPLની છેલ્લી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હતા. તેણે 42 છગ્ગા ફટકાર્યા.
રોહિતે ગયા સિઝનમાં ૧૪ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, 23 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. રોહિતે આ સિઝનમાં કુલ 417 રન બનાવ્યા હતા.