IPL 2022 Jos Buttler: ખૂબ સુંદર છે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરની પત્ની, ખાનગી ફંકશનમાં કર્યા હતા લગ્ન
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની પ્રથમ સદી રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરે ફટકારી હતી. રાજસ્થાન અને મુંબઇ વચ્ચેની મેચમાં બટલરે આક્રમક સદી ફટકારી હતી. આઇપીએલમાં બટલરની આ બીજી સદી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબટલર છેલ્લા ઘણા સિઝનથી રાજસ્થાનના સ્ટાર ખેલાડીઓમાંનો એક છે. આ વખતે રાજસ્થાને પણ તેને રિટેન કર્યો હતો. તેણે આઈપીએલમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા છે.
બટલરની આ યાદગાર ઇનિંગ જોવા માટે તેની પત્ની લ્યુસી પણ સ્ટેડિયમમાં હતી. તે પોતાના બાળકો સાથે IPL જોવા માટે પહોંચી હતી. બંનેની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.
બંનેએ 2017માં લગ્ન કર્યા હતા. દરમિયાન તેમણે એક પ્રાઈવેટ ફંક્શનમાં લગ્ન કર્યા. આ દરમિયાન માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા.
લ્યુસી ફિટનેસ ટ્રેનર છે. તે સોશિયલ મીડિયા પર તેના વીડિયો શેર કરતી રહે છે. બટલર તેના ઘણા વીડિયોમાં પણ જોવા મળે છે.
બટલરે એક સારા ફિનિશર તરીકે પોતાની કારકિર્દી બનાવી છે. પરંતુ ટી20માં તેણે ઓપનર તરીકે એક અલગ જ ઓળખ બનાવી છે. T20 ઈન્ટરનેશનલમાં જોસ બટલરના નામે 88 મેચોમાં 2140 રન છે.