LSG vs MI: મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં આકાશ માધવન બન્યો 'હીરો', આ હતા લખનૌની હારના મોટા કારણો
મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મુંબઈ માટે આ મેચમાં આકાશ માધવાલે બોલ વડે મહત્વની ભૂમિકા ભજવતા 5 વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App183 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમે આ મેચમાં શરૂઆતથી જ વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. પ્રથમ 6 ઓવરમાં ટીમે પોતાના બંને ઓપનિંગ બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી.
આ મેચમાં એક સમયે લખનૌનો સ્કોર 69 રનમાં 2 વિકેટે હતો. આ પછી ટીમ 101 રનમાં સમેટાઈ ગઈ હતી. આગામી 32 રનમાં લખનૌએ તેની 8 વિકેટ ગુમાવી દીધી હતી. તેનું સૌથી મોટું કારણ મિડલ ઓર્ડરના બેટ્સમેનોની અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળતા છે.
મુંબઈ માટે એલિમિનેટર મેચમાં 3 યુવા ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બેટિંગમાં, તિલક વર્મા અને નેહલ વાઢેરાએ નિર્ણાયક સમયે 26 અને 23 રનની ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર 182 સુધી પહોંચાડ્યો હતો.
બોલિંગમાં મુંબઈ તરફથી આકાશ માધવાલનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું હતું. આકાશે 3.3 ઓવરમાં માત્ર 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આકાશે આ મેચમાં પ્રેરક માંકડ, નિકોલસ પુરન, આયુષ બદોની, રવિ બિશ્નોઈ અને મોહસીન ખાનને પોતાનો શિકાર બનાવ્યો હતો.
મુંબઈ માટે આ મેચમાં કેમેરોન ગ્રીન અને સૂર્યા વચ્ચે ત્રીજી વિકેટ માટે 38 બોલમાં 66 રનની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ સમયે આવી હતી. આ ભાગીદારીના આધારે મુંબઈની ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી.