LSG vs MI: મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સામે બનાવ્યો રેકોર્ડ, વાંચો કેવી રીતે પ્લેઓફની ટોચની ટીમ બની
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક મોટી સિદ્ધિ મેળવી છે. ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન મુંબઈએ લખનૌને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈની આ ઈનિંગમાં એક પણ અડધી સદી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈની ટીમ આઈપીએલ પ્લેઓફમાં કોઈપણ અડધી સદી વિના સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી 2018ની ફાઈનલ મેચમાં બન્યો હતો. હૈદરાબાદે 178 રન બનાવ્યા હતા. આ જ સિઝનમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં 174 રન બનાવ્યા હતા.
IPL 2023 ની એલિમિનેટર મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમનો એક પણ ખેલાડી અડધી સદી ફટકારી શક્યો ન હતો. કેમરૂન ગ્રીને સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી.
કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 11 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાને 15 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવે 33 રનની ઇનિંગ રમી હતી. તેણે 20 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્માએ 26 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
નેહલ વાઢેરાએ 12 બોલમાં 23 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ક્રિસ જોર્ડને 4 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે 13 રનનું યોગદાન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે મુંબઈ અને લખનૌની વિજેતા ટીમ બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.
નવીન-ઉલ-હકે મુંબઈની ઇનિંગ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી 4 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. યશ ઠાકુરે 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. મોહસીન ખાનને પણ સફળતા મળી. મોહસિને 3 ઓવરમાં 24 રન આપ્યા હતા.