Photos: CSK સ્ટાર રચિન રવિન્દ્રની પત્ની છે ફેશન ડિઝાઇનર, જાણો તેમની લવ સ્ટોરી
Rachin Ravindra Love Story: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો બનેલા રચિન રવિન્દ્રની લવ સ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. તાજેતરમાં જ વન-ડે વર્લ્ડ કપમાં ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચનાર ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. પરંતુ શું તમે રચિન રવિન્દ્રની લવ સ્ટોરી વિશે જાણો છો? (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરર છે. બંને કપલની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. પ્રેમિલા મોરર વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
પ્રેમિલા મોરરે મેસી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
રચિન રવિન્દ્ર અને પ્રેમિલા મોરર અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરે છે. પ્રેમિલા મોરરના ઇન્સ્ટાગ્રામ પર 5000 થી વધુ ફોલોઅર્સ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
રચિન રવિન્દ્ર અને પ્રેમિલા મોરર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એવું કહેવાય છે કે પ્રેમિલા મોરરને ક્રિકેટ પસંદ નથી, પરંતુ તેના બોયફ્રેન્ડ રચિન રવિન્દ્ર માટે ક્રિકેટ જુએ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)