IPL 2023: 'મજૂરી કરતા કરતા ક્રિકેટ રમ્યો', પંજાબને જીત અપાવનારા ખેલાડીનો સંઘર્ષ સાંભળી રડી પડશો તમે !
ઓસ્ટ્રેલિયાના યુવા બોલર નાથન એલિસે આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બોલરે જીવનમાં ઘણા સંઘર્ષ બાદ સફળતા મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL 2023 ની આઠમી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ અત્યંત રોમાંચક મેચમાં પંજાબે અંતે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ નાથન એલિસને આપવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સ તરફથી રમતા આ ઓસ્ટ્રેલિયન બોલરે 4 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. નાથન એલિસ તેના જીવનમાં ઘણા સંઘર્ષ પછી આ સ્થાને પહોંચ્યો છે.
22 વર્ષની ઉંમરે ન્યૂ સાઉથ વેલ્સના વારંવારના અસ્વીકાર પછી એલિસ રોજગારી માટે તસ્માનિયા ગયો. તેની પાસે કોઇ નોકરી નહોતી.
નાથન એલિસે તેના બિલ ચૂકવવા માટે એક સાથે 5-6 જુદી જુદી નોકરીઓ કરી. આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે લેન્ડસ્કેપિંગ, ઘરો બાંધવા, ફર્નિચર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં, હાઈસ્કૂલમાં ટીઝર આસિસ્ટન્ટ તરીકે અને સેલ્સમેન તરીકે પણ કામ કર્યું હતું.
એલિસે ઈન્ડિયન એક્સપ્રેસને પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું કે તેણે પોતાના જીવનમાં ઘણું કામ કર્યું છે. તેણે કહ્યું કે, હું ડોર ટુ ડોર સેલ્સમેન હતો. રોજ સવારે મારે અજાણ્યા લોકોના ઘરે માલ વેચવા જવું પડતું. ઘણી વખત હું વહેલી સવારે કોઈના ઘરે જતો અને દરવાજો ખખડાવતો ત્યારે તેઓ દરવાજો બંધ કરી દેતા હતા.
નાથન એલિસે વધુમાં ઉમેર્યું હતું કે, સેલ્સમેન હોવા ઉપરાંત, તેણે બાંધકામ સાઇટ્સ પર પણ કામ કર્યું છે, પરંતુ તમે ઉચ્ચ સ્તરે ક્રિકેટ રમતી વખતે બાંધકામ સાઇટ્સ પર કામ કરી શકતા નથી, કારણ કે શરીર બંનેને સંભાળી શકતું નથી. તેથી જ હું લાંબા સમય સુધી બાંધકામ સાઇટ પર કામ કરી શક્યો નહીં.
તેણે વધુમાં જણાવ્યું કે, ક્રિકેટ તસ્માનિયા સાથે તાલીમ લેવા માટે તેને સવારે વહેલા અને સાંજે જવું પડતું હતું. નોકરીનું કામ વહેલી સવારે શરૂ થઈ જતું અને સાંજે વહેલા સમાપ્ત થઈ જતું, તેથી તેણે આ કામ કર્યું, જેથી તે ક્રિકેટની તાલીમ સાથે પૈસા કમાઈ શકે. જો કે, તેને શનિવારે નોકરી માટે પણ બોલાવવામાં આવતો હતો અને તે આખો દિવસ ક્રિકેટની ટ્રેનિંગ લેવા માંગતો હતો, તેથી તેણે તે નોકરી છોડી દીધી હતી.
એલિસે કહ્યું કે આ બધી નોકરીઓએ તેને માનસિક રીતે મજબૂત બનાવ્યો. રાજસ્થાન વિરૂદ્ધ નાથને જોસ બટલર, સંજુ સેમસન, રિયાન પરાગ અને દેવદત્ત પડિકલ જેવા 4 સારા બેટ્સમેનોની વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી.