Photos: 8 મેચોમાં 7 હાર.... પરંતુ હવે પ્લેઓફની રેસમાં પહોંચી RCB, તસવીરોમાં જુઓ આ સિઝનની સફર
Royal Challengers Bengaluru: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 13 મેચમાં 12 પોઈન્ટ છે. તેમજ ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફની રેસમાં યથાવત છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ સિઝનની શરૂઆત સારી રહી ના હતી. આરસીબીને પ્રથમ 8 મેચમાં 7 હારનો સામનો કરવો પડ્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની બીજી મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું, પરંતુ તે પછી હારનો સિલસિલો શરૂ થયો હતો. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સતત 6 મેચ હારી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ રીતે પ્રથમ 8 મેચ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માત્ર 2 પોઈન્ટ હતા. આ ટીમની પ્લેઓફની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જોરદાર વાપસી કરી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતનો સિલસિલો શરૂ થયો હતો. આ પછી આ ટીમે સતત 5 મેચ જીતી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 13 મેચમાં 12 પોઈન્ટ છે. ઉપરાંત, ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફની રેસમાં યથાવત છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારી જશે તો ટુર્નામેન્ટમાં તેની સફર ખતમ થઈ જશે, પરંતુ જો તે જીતવામાં સફળ થશે તો તેની પ્લેઓફ રમવાની તકો રહેશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)