Shimron Hetmyer Wife: કોઇ મોડલથી ઓછી સુંદર નથી Shimron Hetmyerની વાઇફ, જાણો બંન્નેની લવસ્ટોરી?
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલો વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમેયર તાજેતરમાં જ પ્રથમ વખત પિતા બન્યો છે. પત્નીની ડિલિવરીની તારીખ નજીક હોવાથી તેણે કેટલીક IPL મેચોમાંથી બ્રેક લીધો હતો. તે બાયો બબલ છોડીને પોતાના વતન પરત ફર્યો છે. પિતા બન્યા બાદ તેણે બાળક સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અહી બંન્નેની બંનેની લવ સ્ટોરીની જાણકારી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિમરોન હેટમેયર અને તેની પત્નીની લવ સ્ટોરીની શરૂઆત ફેસબુકથી થઇ હતી. શિમરોને નિરવાનીને મેસેજ કર્યો હતો પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નહોતો. પરંતુ હેટમેયરે હિંમત હારી નહી અને પ્રયાસો ચાલુ રાખ્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં શિમરોને ખુલાસો કર્યો હતો કે બંનેના પ્રેમની શરૂઆત ફેસબુકથી થઈ હતી. હેટમેયરે કહ્યું હતું કે હું તેને મેસેજ કરતો હતો પરંતુ તેણે જવાબ આપ્યો ન હતો. જો કે, તેણે થોડા મહિના પછી મને જવાબ આપવાનું શરૂ કર્યું.
ઈન્ટરવ્યુ દરમિયાન હેટમેયરે કહ્યું હતું કે તેની પત્ની ખૂબ જ રમુજી છે. તેની આંખો ખૂબ જ સુંદર છે. શિમરોને વર્ષ 2019માં ક્રિસમસ પર નિરવાનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. નિરવાનીએ લગ્ન માટે હા પાડી હતી. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.
IPL 2022માં શિમરોનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે રાજસ્થાન રોયલ્સ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે.
વર્તમાન સિઝનમાં હેટમેયરે 11 મેચ રમી છે અને 72.75ની એવરેજ અને 166.29ના સ્ટ્રાઈક રેટથી 291 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી 18 ફોર અને 21 સિક્સર પણ ફટકારી છે.