Photos: અનકેપ્ડ સ્ટાર્સની ધૂમ, IPL 17 માં આ ખેલાડીઓએ રમી 'પૈસા વસૂલ' ગેમ, BCCI એ ખેંચ્યુ ધ્યાન
IPL 2024: IPLની 17મી સિઝનમાં ઘણા અનકેપ્ડ ખેલાડીઓએ પોતાની રમતથી BCCIને ચોંકાવી દીધું છે. કેટલાક એવા ખેલાડીઓ છે જેમને ફ્રેન્ચાઇઝીએ 20 લાખ રૂપિયા સુધી ખરીદ્યા હતા અને તેઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓરેન્જ કેપ રેસમાં રિયાન પરાગ ટૉપ ફૉરમાં છે. રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતા રિયાન આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી ચૂક્યો છે. આ 13 મેચોમાં રિયાન પરાગે 152.59ના સ્ટ્રાઈક રેટથી 531 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં ચાર અડધી સદી પણ ફટકારી છે.
ઓરેન્જ કેપ રેસમાં રિયાન પરાગ ટૉપ ફૉરમાં છે. રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતા રિયાન આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી ચૂક્યો છે. આ 13 મેચોમાં રિયાન પરાગે 152.59ના સ્ટ્રાઈક રેટથી 531 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં ચાર અડધી સદી પણ ફટકારી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બૉલર તુષાર દેશપાંડેએ પણ પોતાની બૉલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તુષારે 12 મેચમાં 8.52ની ઇકોનોમીથી 375 રન આપીને 16 વિકેટ લીધી છે. આ સિઝનમાં તેનો સર્વશ્રેષ્ઠ વિકેટનો આંકડો 27 રનમાં 4 વિકેટ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્માએ આ સિઝનમાં 12 મેચ રમી છે. આ 12 મેચોમાં અભિષેકે 205.64ના સ્ટ્રાઈક રેટથી 401 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેણે બે અડધી સદી પણ ફટકારી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ પણ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. હર્ષિતે આ સિઝનમાં 10 મેચમાં 9.72ની ઈકોનોમી સાથે 332 રન આપીને 16 વિકેટ લીધી છે. તેનો સર્વશ્રેષ્ઠ વિકેટ આંકડો 24 રનમાં 3 વિકેટ છે.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 13 મેચમાં 12 પોઈન્ટ છે. તેમજ ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફની રેસમાં યથાવત છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ સિઝનની શરૂઆત સારી રહી ન હતી. આરસીબીને પ્રથમ 8 મેચમાં 7 હારનો સામનો કરવો પડ્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)