IN PHOTOS: RCB એ ખરીદી છે આ ધાકડ ખેલાડીને, જાણો કેવા છે આંકડા WPLની આ સૌથી મોંઘી ખેલાડીના....
Womens Premier League 2023: વૂમન્સ પ્રીમિયર લીગ શિડ્યૂલનું એલાન કરી દેવામાં આવ્યુ છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત આગામી 4 માર્ચથી થઇ રહી છે, જ્યારે ફાઇનલ મેચ 26 માર્ચે રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડાક દિવસો પહેલા વૂમન્સ પ્રીમિયર લીગ ઓક્શનનું આયોજન કરવામા આવ્યુ હતુ, આ ઓક્શનમાં સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી રહી. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે સ્મૃતિ મંધાનાને 3.4 કરોડ રૂપિયામાં પોતાના નામે કરી લીધી હતી. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
વૂમન્સ પ્રીમિયર લીગમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને સ્મૃતિ મંધાના પાસેથી ખુબ મોટી આશા છે. વળી, સ્મૃતિ મંધાનાના ટી20 કેરિયર પર નજર કરીએ તો આ ખેલાડીએ 116 મેચોમાં 2802 રન બનાવ્યા છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
સ્મૃતિ મંધાનાએ ટી20 ફૉર્મેટમાં 27.74 ની એવરેજથી 123.87 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. આ ફૉર્મેટમાં સ્મૃતિ મંધાનાનો બેસ્ટ સ્કૉર 87 રન છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
સ્મૃતિ મંધાનાએ ટી20 ફૉર્મેટમાં 22 વાર ફિફ્ટી ફટકારી છે, જોકે તે હજુ સુધી ટી20 ફૉર્મેટમાં સદી ફટકારવામાં સફળ નથી થઇ શકી. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
સ્મૃતિ મંધાનાએ ટી20 ફૉર્મેટમાં 377 ચોગ્ગા અને 54 છગ્ગા ફટકાર્યા છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે પોતાના આ ખેલાડી પાસેથી સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. સ્મૃતિ મંધાનાએ ભારત ઉપરાંત બીજી કેટલીય ટી20 લીગમાં ભાગ લીધો અને તેને પ્રભાવિત પણ કર્યા છે. હવે આ બેટ્સમેન વૂમન્સ પ્રીમિયર લીગમાં ધમાલ મચાવવા તૈયાર છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)