BCCI POKમાં રમાનારી કાશ્મીર પ્રીમિયમ લીગમાં ભાગ લેવા સામે ખેલાડીઓને ધમકાવતું હોવાનો કોણે કર્યો આક્ષેપ ?
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી બગડેલા છે, બન્ને દેશો એકબીજાનો ક્રિકેટ પ્રવાસ નથી કરી રહી, હવે પાકિસ્તાન પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીરમાં કાશ્મીર પ્રીમિયર લીગનુ આયોજન કરી રહી છે. આ ટૂર્નામેન્ટ આગામી 6 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે, અને 6 ટીમો આ લીગમાં ભાગ લઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત છે કે, આ લીગમાં પાકિસ્તાનના પૂર્વ અને હાલના સ્ટાર ક્રિકેટરો રમી રહ્યાં છે. આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કેટલાક વિદેશી ખેલાડીઓને પણ માટે સાઇન કર્યા છે. જોકે, આ બધાની વચ્ચે દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર હર્ષલ ગિબ્સે બીસીસીઆઇ પર નિશાન તાકીને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
હર્ષલ ગિબ્સે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ - બીસીસીઆઇ પર ગંભીર આરોપ લગાવ્યો છે, તેમને બોર્ડ પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. હર્ષલ ગિબ્સે કહ્યું- જો તે કાશ્મીર પ્રીમિયર લીગમાં ભાગ લે છે, તો તેને ભવિષ્યમાં ભારતમાં કોઇપણ પ્રકારની ક્રિકેટ એક્ટિવિટીમાં ભાગ નહીં લેવા દેવામાં આવે. આની જાણકારી હર્ષલ ગિબ્સે એક ટ્વીટ કરીને આપી છે.
હર્ષલ ગિબ્સે પોતાના ટ્વીટમાં લખ્યું- પાડોશી દેશની સાથે પોતાની રાજનીતિ એજન્ડાને સમીકરણમાં લાવવા તથા મને કાશ્મીર પ્રીમિયર લીગમાં રમવા માટે રોકવા માટે બીસીસીઆઇ ખુબ પ્રયાસ કરી રહી છે, જેની જરૂર નથી. સાથે જ મને ધમકી આપતા કહેવામાં આવ્યુ છે કે મને ક્રિકેટ સાથે જોડાયેલા કોઇપણ કામ માટે ભારતમાં પ્રવેશ નહીં આપે. તેમનુ આ વલણ સારુ નથી. હર્ષલ ગિબ્સે કહ્યું- બીસીસીઆઇએ આ મેસેજ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગ્રીમ સ્મિથને આપ્યો છે. સ્મિથે તેને આ વિશે બતાવ્યુ. વળી ગિબ્સના આ ટ્વીટ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બોખલાઇ ગયુ છે. તે ભારતના વલણની નિંદા કરી રહ્યું છે. જોકે બીસીસીઆઇએ સંબંધમાં કોઇ સત્તાવાર નિવેદન નથી આપ્યુ.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન રાજનીતિક એજન્ડા અંતર્ગત ગેરકાયદે કબજો કરાયેલા કાશ્મીરના ભાગમાં ટી20 લીગ આયોજિત કરી રહ્યુ છે. આ લીગ આગામી 6 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે, અને લીગની ફાઇનલ મેચ 17 ઓગસ્ટે રમાશે. હર્ષલ ગિબ્સ આમાં ઓવરસીઝ વૉરિયર્સ ટીમનો ભાગ છે.
આ લીગમાં કુલ 6 ટીમો ભાગ લઇ રહી છે. આમાં પાકિસ્તાનના હાલના અને પૂર્વ ખેલાડીઓ કેપ્ટન તરીકે ભાગ લઇ રહ્યાં છે. આ ટીમોના કેપ્ટન તરીકે શાહિદ આફ્રિદી, મોહમ્મદ હાફિઝ, શોએબ મલિક, ફકર જમાન, શદાબ ખાન અને ઇમદ વસીમ સામલે છે. કુલ 6 ટીમો રમશે- ઓવરસીસ વૉરિયર્સ- કેપ્ટન, ઇમાદ વસીમ મુઝ્ઝફર્રાબાદ ટાઇગર્સ- કેપ્ટન, મોહમ્મદ હાફિઝ રાવલકૉટ હૉવ્કસ- કેપ્ટન, શાહિદ આફ્રિદી બાગ સ્ટેલિયૉન્સ- કેપ્ટન, શદાબ ખાન મીરપુર રૉયલ્સ- કેપ્ટન, શોએબ મલિક કોટલી લાયન્સ- કેપ્ટન, કામરાન અકમલ