National Games 2022: પીવી સિંધુએ રાઈફલ પર હાથ અજમાવ્યો, જુઓ ભારતના સ્ટાર ખેલાડીઓની ગુજરાત મુલાકાતની ખાસ તસવીરો
National Games 2022: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 36મા નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે. પ્રધાનમંત્રી મોદી સાંજે 7 કલાકે મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યક્રમની પહેલાં ભારતના જાણીતા ઓલંપિક ખેલાડીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે જેવ્લીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર નિરજ ચોપડા પણ વડોદરામાં ગરબા રમતો જોવા મળ્યો હતો.
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, શૂટર ગગન નારંગ, અંજુ બોબી જ્યોર્જ અને તૃપ્તિ મુરગુંડે 36મી નેશનલ ગેમ્સ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
આ તમામ ખેલાડીઓએ નેશનલ ગેમ્સમાં સહભાગીઓને મળવા અને તેમને ઉત્સાહ આપવા માટે અમદાવાદ રાઈફલ ક્લબની મુલાકાત લીધી હતી.
અમદાવાદ રાઈફલ ક્લબની મુલાકાત દરમિયાન ગગન નારંગે શૂટિંગની ગન પર હાથ અજમાવ્યો હતો.
ભારતની સ્ટાર બેટમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પણ શૂટિંગ ગન પર હાથ અજમાવ્યો હતો અને નિશાન તાક્યું હતું.
મહત્વનું છે કે, આજથી શરુ થનારા 36મા નેશનલ ગેમ્સની યજમાની ગુજરાત કરી રહ્યું છે. વિવિધ રમતોના ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં રમીને દેશ લેવલે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 36મા નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે. પ્રધાનમંત્રી મોદી સાંજે 7 કલાકે મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે.