ઓલિમ્પિક્સમાં સહેજ માટે મેડલ ચૂકેલી અદિતી અશોક કોણ છે ? તેનાં માતા-પિતા જ ગૉલ્ફ કીટ ઉંચકીને સાથે ફરે છે.........
Aditi Ashok- ભારતીય ગૉલ્ફર અદિતી અશોક વિશે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ ખબર હોય તો ગૉલ્ફમાં પહેલીવાર દેશનુ નામ રોશન કરવામાં અદિતી અશોકનો મોટો ફાળો રહ્યો. તાજેતરમાં ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં (Tokyo Olympics) અદિતી અશોક મેડલ જીતવામાં બસ એક શૉટથી ચૂકી ગઇ, અને તે આ રમતમાં ચોથા નંબર પર રહી હતી. જોકે, ભલે તે મેડલ ના લાવી શકી પરંતુ ભારત માટે એક ઇતિહાસ રચી દીધો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓલિમ્પિક ગૉલ્ફમાં અદિતી અશોકએ જબરદસ્ત પ્રદર્શન કરતા 15 અંડર- 269 સ્કૉરની સાથે ચોથા નંબર પર રહી. મેડલ ચૂક્યા બાદ પણ તેને ગૉલ્ફમાં એક નવી પ્રેરણા દેશને આપી. ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ગૉલ્ફર અદિતી અશોક છેલ્લા રાઉન્ડમાં પછડાઇ ગઇ. 13માં હૉલ સુધી તે બીજા નંબર પર ચાલતી હતી. પરંતુ છેલ્લા પાંચ હૉલમાં તે જાપાનની જાણીતી મોને ઇનામી અને ન્યૂઝીલેન્ડની લીડિયા સામે હારી ગઇ હતી. છેવટે અદિતી અશોકને ચોથા નંબર પર રહીને સંતોષ કરવો પડ્યો હતો.
ભારતીય મહિલા ગૉલ્ફર અદિતી અશોક માત્ર 23 વર્ષની છે, તેનો જન્મ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો, તેના પિતાનુ નામ અશોક છે અને માતાનુ નામ મહેશ્વરી છે. તેને શરૂઆતી અભ્યાસ બેંગ્લુરુની ધ ફ્રાન્ક એન્થૉની પબ્લિક સ્કૂલ, બેંગ્લૉરમાં કર્યો હતો. બાદમાં તેને ગૉલ્ફમાં રૂચિ હોવાથી તે ગૉલ્ફ રમવા લાગી હતી.
ખાસ વાત છે કે, 5 વર્ષની ઉંમરમાં અદિતી અશોકે (Indian golfer Aditi Ashok) પહેલીવાર ગૉલ્ફ મેચ રમી હતી. બાદમાં તેના મનમાં આ રમત પ્રત્યે પ્રેમ ઉભર્યો અને તે આમાં લાગી હતી. અદિતિ અવારનવાર ગૉલ્ફ કોર્સમાં જઇને બૉલને હિટ કરવાની પ્રેક્ટિસ કરતી હતી, જેનો જોઇને પિતા અશોકે પોતાની દીકરીને આ રમત માટે છુટ આપી.
આ પછી તેના પિતાએ તેને પાંચ વર્ષની ઉંમરમાં જ ગૉલ્ફ ક્લબ પકડાવી દીધી. અહીંથી તેની ગૉલ્ફ કેરિયરની શરૂઆત થઇ હતી. અદિતી અશોકની ગૉલ્ફની રૂચિ અને ધગશ જોઇને પિતા પણ તેની સાથે રહ્યાં, અદિતી અશોક જ્યાં ગૉલ્ફ રમવા જાય ત્યાં તેના પિતા અશોક અને માતા સાથે રહે છે. પિતા તેના ગૉલ્ફની કિટ ઉંચકીને અદિતી અશોકની સાથે પણ ફરે છે.
ખાસ વાત છે કે, 2016ના રિયો ઓલિમ્પિક દરમિયાન અદિતી અશોક પિતા જ તેના કેડી બન્યા હતા, એટલે કે દીકરીની બેગ ગૉલ્ફ કોર્સમાં ઉંચકીને ફરતા હતા. હવે 2020ના ઓલિમ્પિકમાં અદિતી અશોકની માં તેની કેડીની ભૂમિકામાં છે, એટલે કે તેની માતા તેની ગૉલ્ફ કિટ ઉંચકીને ફરતી દેખાતી હતી.
બાદમાં અદિતી અશોક માત્ર 9 વર્ષની હતી ત્યારે તેને પોતાની પહેલી ગૉલ્ફ ટૂર્નામેન્ટ જીતી લીધી. 12 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય ટીમનો ભાગ બની. તે દરમિયાન છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ ટૂર્નામેન્ટ ન હતા. તેને શરૂઆતમાં 17 ટૂર્નામેન્ટ્સ જીતીને તેને તમામ અટકળોને સમાપ્ત કરી દીધી, અને બેસ્ટ ભારતીય ગૉલ્ફર બનવા માટે અગ્રેસર થઇ ગઇ. ખાસ વાત છે કે તે એશિયન યૂથ ગેમ્સમાં ભાગ લેનારી પહેલી એકમાત્ર ભારતીય ગૉલ્ફર છે. તેને યુથ ઓલિમ્પિક ગેમ્સ અને એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો છે.
ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics) અદિતી અશોક માટે પહેલી પહેલો ઓલિમ્પિક નથી, ભારતીય ગૉલ્ફરે 2016ના રિયો ઓલિમ્પિકમાં પણ ભારતનો પ્રતિનિધિત્વ કર્યુ હતુ. રિયો ઓલિમ્પિકનમાં જ્યારે તેને ગૉલ્ફ કોર્સ પર પગ મુક્યો તો તેને ઇતિહાસ રચી દીધો, તે 18 વર્ષની ઉંમરમાં ઓલિમ્પિક ગૉલ્ફ મેદાનમાં ઉતરનારી પુરુષ અને મહિલા બન્ને કેટેગરીમાં સૌથી ઓછી ઉંમરની ગૉલ્ફર બની, અને આની સાથે સાથે ઓલિમ્પિકમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા ગૉલ્ફર પણ બની ગઇ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ ગૉલ્ફર અદિતિ અશોક માટે ટ્વીટ.....