Year Ender 2021 : ટોક્યોમાં આ પાંચ દિવ્યાંગ એથલેટ્સે વગાડ્યો ભારતનો ડંકો, જીત્યા ગૉલ્ડ મેડલ, જુઓ લિસ્ટ..........
નવી દિલ્હીઃ ભારતીયો માટે વર્ષ 2021 ખુબ યાદગાર રહ્યું, ટોક્યો ઓલિમ્પિક બાદ ટોક્યોમાં જ પેરાલિમ્પિકનુ આયોજન થયુ હતુ. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય એથેલિટ્સોએ દમદાર પ્રદર્શન કરતા પાંચ ગૉલ્ડ, આઠ સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતા. 5મી સપ્ટેમ્બરે ટોક્યો પેરાલિમ્પિકનુ સમાપન થયુ અને કુલ 19 મેડલ ભારતીયોના નામે કર્યા, આ મેડલ સાથે વિશ્વ પટલ પર ભારતનુ નામ પણ ઉંચુ કર્યુ. ખાસ વાત છે કે આ તમામ એથેલેટ્સ દિવ્યાંગ હોવા છતાં પોતાના હુનરથી છવાઇ ગયા હતા. અહીં જુઓ લિસ્ટ..........
Download ABP Live App and Watch All Latest Videos
View In App1. અવનિ લેખારા ટોક્યો પેરાલિમ્પિકમાં અવનિ લેખારાએ વૂમન્સમાં કમાલ કર્યો, તેને વૂમન્સ 10 મીટર એર રાયફલ શૂટિંગ સ્ટેન્ડિંગ એસએચ1માં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યુ હતુ.
2. સુમિત અંતિલ સમિત અંતિલે ટોક્યો પેરાલિમ્પિકમાં મેન્સ જેવલિન થ્રૉ એફ64માં ગૉલ્ડ મેડલ જીતીને દેશનુ નામ રોશન કર્યુ હતુ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને નીરજ ચોપડાએ પણ જેવલિનમાં ગૉલ્ડ અપાવ્યો હતો.
3. મનીષ નરવાલ ટોક્યો પેરાલિમ્પિકમાં મનીષ નરવાલે પી4 મિક્સ્ડ 50 મીટર પિસ્તલ એસએચ1માં ગૉલ્ડ જીતીને બધાને ચોંકાવી દીધા હતા.
4. પ્રમોદ ભગત ટોક્યો પેરાલિમ્પિક પ્રમોદ ભગતે બેડમિન્ટનમાં કમાલ કરતા મેન્સ સિંગલ્સમાં એસએલ3માં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યુ હતુ.
5. કૃષ્ણા નાગર ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિન્ટનમાં બીજો ગૉલ્ડ કૃષ્ણા નાગરે અપાવ્યો, કૃષ્ણાએ બેડમિન્ટન મેન્સમાં સિંગલ્સ એસએચ6માં ગૉલ્ડ મેડલ જીત્યુ હતુ.