MS Dhoniની જુની લવર કરવા જઇ રહી છે લગ્ન, શાનદાર અંદાજમાં કરી જાહેરાત, ધોનીને લઇને શું કહ્યું હતુ, જુઓ તસવીરો....
મુંબઇઃ એક્ટ્રેસ રાય લક્ષ્મી ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઇ છે. રાય લક્ષ્મી પોતાના અપકમિંગ પ્રૉજેક્ટ્સને લઇને ખબરોમાં રહેતી હતી, પરંતુ આ વખતે તેને ચર્ચામાં રહેવાનુ મુખ્ય કારણ લગ્ન છે. આ પહેલા તે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે અફેરને લઇને પણ હેડલાઇન્સમાં રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાય લક્ષ્મીએ સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સને આ ખુશખબરી આપી છે. રાય લક્ષ્મીને પોતાના ટ્વીટર પર લખ્યું- છેલ્લા કેટલાય સમયથી લોકો મને એ સવાલ પુછી રહ્યાં છે, એટલા માટે હું આને જવાબ આપી રહી છું. પહેલી વાત તો એ કે હં મારો સંબંધ કોઇનાથી છુપાવી નથી રહી, મને લાગે છે કે એનાથી કોઇને મતલબ ના હોવા જોઇએ કે મારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે.?
એક્ટ્રેસે આગળ લખ્યું- આની સાથે સાથે પ્રાઇવસી ઇચ્છુ છું, જી હા, અમે લોકોએ કેટલાક નજીકના લોકોને આમંત્રણ મોકલ્યુ છે. હું 27 એપ્રિલ, 2021ના દિવસે સગાઇ કરી રહી છું. આ બધુ એકદમ અચાનક થયુ છે, પરંતુ મારો પરિવાર ખુશ છે. હું પણ તે વ્યક્તિની થવા તૈયાર છુ, જેની સાથે મારે આખી જિંદગી ગુજારવાની છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે તેના અફેરને કોણ ભૂલી શકે છે. જોકે, બન્નેની વચ્ચે બ્રેકઅપનુ સીધુ કારણ કોઇને પણ ખબર ન હતુ પડ્યુ.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે રાય લક્ષ્મીને મહેન્દ્ર સિંહ ધોની વિશે પુછવામાં આવ્યુ હતુ, તો તેને કહ્યું હતુ કે આના વિશે ચર્ચા કરવાની બંધ કરી દેવી જોઇએ. આ ઘણા વર્ષ પહેલાની વાત છે. હવે ધોનીની એક દીકરી પણ છે.
રાય લક્ષ્મી હિન્દી ઉપરાંત કેટલીય ભાષાઓમાં પણ કામ કરી ચૂકી છે. જોકે ફિલ્મ જુલી-2 બૉક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ ન હતી કરી શકી, પરંતુ તેની એક્ટિંગને દર્શકોએ ખુબ વખાણી હતી.