ભારતના આ યુવા બૉલરે સિઝનનો સૌથી ફાસ્ટ બૉલ ફેંકતા વિરાટ ચોંક્યો, હાર મળવા છતાં બૉલરને આપી આ મોટી ગિફ્ટ
નવી દિલ્હીઃ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ચાલી રહી છે, આ લીગમાં યુવા ખેલાડીઓ ધમાલ મચાવી રહ્યાં છે, ત્યારે એક ખેલાડી એવો છે જેને આ વખતે રેકોર્ડ ફાસ્ટ બૉલ ફેંકીને બધાને ચોંકાવી દીધા છે. ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે રમાયેલી મેચમાં સિઝનનો સૌથી ફાસ્ટ એટલે કે 150 થી પણ વધુ કિલોમીટરની સ્પીડથી બૉલ નંખાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યુવા ખેલાડીનુ નામ છે ઉમરાન મલિક, ઉમરાન મલિક આમ તો કાશ્મીરનો ક્રિકેટર છે, અને હાલ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે, તેની બૉલિંગે બધાને ચોંકાવી દીધા છે. 21 વર્ષીય ઉમરાન મલિકે ગઇકાલે આરસીબી વિરુદ્ધ 150થી પણ વધુ કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો હતો. આ સ્પીડ જોઇને કોહલી પણ દંગ રહી ગયો હતો. ઉમરાન મલિકે આ સાથે જ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો.
ઉમરાન મલિકે બેંગ્લૉર વિરુદ્ધ 153 કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો અને આની સાથે તે આઇપીએલ-2021માં સૌથી ફાસ્ટ બૉલ ફેંકનારો બૉલર બની ગયો, તેના આ મામલામાં કેટલાય ટૉપના બૉલરોને પાછળ પાડી દીધા છે.
ઉમરાન મલિક પહેલા આ સિઝનમાં સૌથી ફાસ્ટ બૉલ ફેંકવાનો રેકોર્ડ કોલકત્તા નાઇટ રાઇડર્સના બૉલર લૂકી ફર્ગ્યૂસનના નામે હતો. લૂકી ફર્ગ્યૂસને 152.75 કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો હતો. લૂકીએ આ સિઝનમાં 152.74 કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો હતો, હવે તેનો આ રેકોર્ડ ઉમરાન મલિકે તોડી નાંખ્યો છે.
ઉમરાન મલિક આ પહેલા પોતાની ડેબ્યૂ મેચમાં પણ એક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો હતો, તેને પોતાની પહેલી આઇપીએલ મેચમાં 150ની કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો હતો, અને આ સાથે જ તે આઇપીએલમાં સૌથી ફાસ્ટ બૉલ ફેંકનારો ભારતીય બૉલર બની ગયો હતો.
બેંગ્લૉરની બેટિંગ દરમિયાન નવમી ઓવરમાં ઉમરાન મલિકે 147, 150 151.9, 153 kphની સ્પીડથી બૉલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. મેચ બાદ જમ્મુ કાશ્મીરના આ ફાસ્ટ બૉલરને વિરાટ કોહલીએ ઓટોગ્રાફ આપ્યો હતો. વિરાટ પણ આ ક્રિકેટરથી પ્રભાવિત દેખાયો હતો.