ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમવા માટે Johannesburg પહોંચી ટીમ ઇન્ડિયા, સામે આવી તસવીરો...........
નવી દિલ્હીઃ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા પહોંચી ગઇ છે. સેન્ચૂરિયનમાં 26 ડિસેમ્બરથી બૉક્સિંગ ડે ટેસ્ટ શરૂ થઇ રહી છે ત્યાં ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમવા માટે ભારતીય ટીમ પહોંચી ચૂકી છે. બીસીસીઆઇએ ગુરુવારે જ્હોનિસબર્ગ એરપોર્ટ પર પહોંચેલી ભારતીય ટીમની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા ગુરુવારે બીસીસીઆઇએ જ્હોનિસબર્ગ માટે રવાના થયા પહેલા ટીમના સભ્યો જસપ્રીત બુમરાહ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજની ફ્લાઇટમાંથી તસવીરો શેર કરી હતી.
દક્ષિણ આફ્રિકામાં નવા કૉવિડ વેરિએન્ટ ઓમિક્રૉનના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષિત માહોલમાં સીરીઝ રમાડવાની તૈયારીઓ છે. અહીં ભારત શિડ્યૂલ પ્રમાણે ત્રણ ટેસ્ટ મેચો અને ત્રણ વનડે મેચો રમશે. વળી, ચાર ટી20 પછીથી રમાશે.
પહેલા ટીમ ઇન્ડિયાનો દક્ષિણ આફ્રિક પ્રવાસ 17 ડિસેમ્બરથી શરૂ થવાનો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકામાં ફેલાઇ રહેલા કોરોનાના નવા વેરિએન્ટના કારણે આને રિશિડ્યૂલ કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ માટે ભારતીય ટીમ- વિરાટ કોહલી (કેપ્ટન), પ્રિયાંક પંચાલ, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર.અશ્વિન, જયંત યાદવ, ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.