Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Euro Cup 2024: માત્ર રોનાલ્ડો જ નહીં, આ 5 દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે
FIFA વર્લ્ડ કપ 2022 પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ધૂમ મચાવવા માટે તૈયાર છે. યૂરો કપ 15 જૂનથી શરૂ થઈ રહ્યો છે, જેમાં માત્ર યુરોપિયન દેશો જ ભાગ લેતા જોવા મળશે. અહીં એવા 5 ખેલાડીઓ છે જે યુરો કપ પછી નિવૃત્ત થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજર્મનીના ભૂતપૂર્વ કેપ્ટન મેન્યુઅલ ન્યુઅર 38 વર્ષના થઈ ગયા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે છેલ્લી વખત યુરો કપમાં રમતા જોવા મળી શકે છે. ફિફા વર્લ્ડ કપ 2022માં જર્મનીના ખરાબ પ્રદર્શન બાદ ન્યુઅર તેની રાષ્ટ્રીય ટીમ માટે રમ્યો નથી.
લુકા મોડ્રિક લાંબા સમયથી ક્રોએશિયા માટે ફૂટબોલ રમી રહ્યો છે. તેણે પોતાના દેશ માટે 359 મેચ રમી છે, જે અન્ય ખેલાડીઓ કરતા ઘણી વધારે છે. તે યુરો કપ 2024માં ક્રોએશિયાની કેપ્ટનશીપ કરશે.
ઓલિવર ગીરોડ ઈતિહાસના મહાન સ્ટ્રાઈકરોમાંનો એક છે. તેણે ફ્રાન્સ માટે અત્યાર સુધી 133 મેચમાં 57 ગોલ કર્યા છે. ગિરોદ તેની વધતી ઉંમર અને ફિટનેસને જોતા ટૂંક સમયમાં નિવૃત્ત થઈ શકે છે.
34 વર્ષીય ટોની ક્રૂસે થોડા સમય પહેલા જ ક્લબ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે, જેના કારણે તેની ઈન્ટરનેશનલ કરિયરને અલવિદા કહેવાના સમાચાર પણ આવવા લાગ્યા છે. ક્રૂસ જર્મની માટે મિડફિલ્ડ પોઝિશનમાં રમે છે.
image 6ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છઠ્ઠી વખત યુરો કપ રમશે. 2016માં રોનાલ્ડોની કેપ્ટનશીપમાં પોર્ટુગલે યુરો કપ જીત્યો હતો. રોનાલ્ડો માટે આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હોઈ શકે છે, જે 39 વર્ષનો થઈ ગયો છે.