ભારતીય ક્રિકેટરોની આ પત્નીઓ Fitnessના મામલામાં પતિને પણ આપે છે ટક્કર, જુઓ આ તસવીરો......
નવી દિલ્હીઃ કેટલીક ઇન્ડિયન ક્રિકેટરોની પત્નીઓ ફિટનેસના મામલામાં પતિઓને ટક્કર મારે છે. કોઇ સ્પોર્ટ્સ રમે છે તો કોઇ જિમ કરે છે. ફિટ રહેવા માટે બધા અલગ અલગ રીતે એક્સરસાઇઝ અને વર્કઆઉટને મહત્વ આપે છે. જુઓ ભારતીય ક્રિકેટરોની હૉટ પત્નીઓ જે અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝહીર ખાન સાથે લગ્ન કરનારી સાગરિકા ઘાટગેને ક્રૉસ ફિટ ટ્રેનિંગ, પ્લેંક્સ, કિક બૉક્સિંગ, રનિંગ અને યોગા કરવાનુ બહુજ પસંદ છે. સાગરિકા અલગ અલગ રીતે એક્સરસાઇઝ કરીને પોતાને ફિટ રાખે છે
બહુ ઓછા લોકો જાણે છે કે દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ સ્ક્વેશ ચેમ્પિયન છે. સ્ક્વેશ ઉપરાંત દીપિકાને પાઇલેટ્સ કરવાનુ અને હેવી વેટ ઉઠાવવાનુ બહુજ પસંદ છે.
મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ ફિટનેસના મામલામાં આગળ છે. સાક્ષી પણ વર્કઆઉટ અલગ અલગ રીતે કરીને ફિટ રહે છે.
વિરાટની પત્ની અનુષ્કા શર્મા પણ ફિટનેસમાં જબરદસ્ત છે, તે ફિટનેસને ખુબ જ મહત્વ આપે છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયો અને યોગા અનુષ્કાના ફેવરેટ છે.
હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકૉવિક ફિટનેસ માટે ખુબ મહેનત કરે છે. તેને પ્રેગનન્સી બાદ પણ પોતાની ફિટનેસને પાછી મેળવી લીધી છે. તેને ઝૂમ્બા, સ્વીમિંગ અને બૉક્સિંગ કરવાનુ પસંદ છે.
જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન કૉમેન્ટેટર છે, સંજનાની ટૉન્ડ બૉડીનુ રાજ રનિંગ છે. તે દરરોજ રનિંગ કરે છે, આ ઉપરાંત યોગા પણ કરે છે.
ગીતા બસરાએ પ્રેગનન્સી બાદ એટલુ ઝડપથી વજન ઉતાર્યુ કે બધા ચોંકી ગયા. તે પોતાની ફિટનેસની ક્રેડિટ યોગાને આપે છે.