મૂળ ભારતીય અને અમેરિકાની ટીમમાંથી રમતા ક્રિકેટરે ફટકારી 6 બોલમાં 6 સિક્સર, યુવરાજ સહિત ક્યા 3 ક્રિકેટરની કરી બરાબરી ?
મસ્કટઃ ભારતીય મૂળના જસકરણ મલ્હોત્રા (Jaskaran Malhotra) એ વનડે ઇન્ટરનેશનલમાં 6 બૉલમાં 6 છગ્ગા ફટકારીને નવો રેકોર્ડ બનાવી દીધો છે. તે વનડેમાં હર્શલ ગિબ્સ (Herschelle Gibbs) બાદ એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનારો દુનિયાનો માત્ર બીજો ખેલાડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસકરણ મલ્હોત્રા મૂળ ભારતીય છે અને તે અમેરિકાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. અમેરિકા તરફથી રમતા જસકરણ મલ્હોત્રાએ પાપુઆ ન્યૂ ગિની વિરુદ્ધ 50મી ઓવરમાં આ કારનામુ કરી બતાવ્યુ છે. તેને અણનમ 173 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 16 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા, એટલે કે તેને 20 બૉલ પર 112 રન બનાવી દીધા હતા.
ભારતીય મૂળનો અને મૂળ પંજાબમાં રહેનારા જસકરણ મલ્હોત્રાની આ ફક્ત 7મી ઇન્ટરનેશનલ વનડે મેચ છે. આ મેચ પહેલા 31 વર્ષના આ બેટ્સમેનનો હાઇએસ્ટ સ્કૉર 18 રનનો હતો.
જસકરણ મલ્હોત્રાએ ફાસ્ટ બૉલર ગાઉડી ટોકાની ઓવરમાં આ કારનામુ કર્યુ. તે 5માં નંબર પર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. તેને 124 બૉલ રમ્યા હતા. અમેરિકાએ આ મેચમાં પહેલા બેટિંગ કરતા 9 વિકેટ પર 271 રન બનાવ્યા હતા.
યુવરાજ પણ કરી ચૂક્યો છે આ કારનામુ - જસકરણ મલ્હોત્રા પહેલા વનડે ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હર્શલ ગિબ્સે આ કારનામુ કર્યુ હતુ. તેને 2007માં વનડે વર્લ્ડ કપ દરમિયાન નેધરલેન્ડ વિરુદ્ધ આવુ કર્યુ હતુ. વળી, ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે 2007 ટી20 વર્લ્ડકપમાં આ કારનામુ કર્યુ હતુ. યુવરાજે ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરમાં 6 બૉલમાં 6 છગ્ગા ફટકારી દીધા હતા. આ વર્ષે માર્ચમાં વેસ્ટ ઇન્ડિઝના કીરોન પોલાર્ડે શ્રીલંકા વિરુદ્ધ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.
આ મેચ પહેલા જસકરણ સિંહ મલ્હોત્રાએ વનડેની 6 અને ટી20ની 6 ઇન્ટરનેશનલ મેચ રમી હતી, પરંતુ તે બન્ને ફોર્મેટમાંથી એકપણમાં ફિફ્ટી નથી ફટકારી શક્યો. જસકરણ મલ્હોત્રાનો હાઇએસ્ટ સ્કૉર વનડેમાં 18 રન હતો જ્યારે ટી20માં 38 રનનો હતો.
લિસ્ટ એ ક્રિકેટની વાત કરવામાં આવે તો તે 26 મેચોમાં 20ની એવરેજથી 473 રન બનાવી ચૂક્યો છે. 3 ફિફ્ટી સામેલ છે