AI Taking Over Jobs: આ મીડિયા કંપનીએ પત્રકારોને કહ્યું ગુડબાય... હવે AIથી થઇ રહ્યું છે તમામ કામ
AI Taking Over Jobs: ટેકનોલૉજીના વિકાસની સાથે સાથે બેકારી અને બેરોજગારીમાં પણ વધારો થઇ રહ્યો છે, હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, Gizmodoએ કેટલાય પત્રકારોને બરતરફ કર્યા છે, કારણ કે કંપની હવે અંગ્રેજીમાંથી સ્પેનિશમાં આર્ટિકલોનું અનુવાદ કરવા માટે AI નો ઉપયોગ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારથી AI માર્કેટમાં આવ્યું છે, ત્યારથી તેમની નોકરી ગુમાવવાનો ભય દરેકના મનમાં રહે છે. ખાસ કરીને આવા કાર્યોમાં જે પુનરાવર્તિત થાય છે, AI ની કટોકટી મોટા પ્રમાણમાં વધી રહી છે અને લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે.
Gizmodo નામની મીડિયા કંપનીએ ઘણા લેખકો અને સંપાદકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ખરેખર, હવે કંપની અંગ્રેજીમાંથી સ્પેનિશમાં આર્ટિકલોનુ અનુવાદ કરવા માટે AI નો ઉપયોગ કરી રહી છે. પહેલા આ કામ માણસો કરતા હતા પરંતુ AI આવ્યા બાદ હવે આ કામ મશીનો દ્વારા થઈ રહ્યું છે અને લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે.
માતસ એસ ઝાવિયા નામના વ્યક્તિએ ટ્વિટર પર જણાવ્યું કે કંપનીએ તેને AIના કારણે નોકરીમાંથી કાઢી મૂક્યો છે. ઝાવિયાએ કહ્યું કે કંપનીએ સ્પેનિશ વેબસાઈટને સ્વ-અનુવાદ પ્રકાશક તરીકે સેટ કરી છે અને તેના કારણે મેં મારી નોકરી ગુમાવી છે. હવે આ વેબસાઈટ એઆઈની મદદથી આર્ટિકલો અંગ્રેજીમાંથી સ્પેનિશમાં અનુવાદ કરે છે અને લેખની ઉપર 'ઓટોમેટીકલી ટ્રાન્સલેટેડ' લખેલું છે.
Gizmodo ના બોસે કહ્યું કે તેઓએ અંગ્રેજી લેખોને સ્પેનિશમાં કન્વર્ટ કરવા માટે AI દ્વારા સંચાલિત અદ્યતન અનુવાદ સેવાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તેમનું માનવું છે કે વિવિધ ભાષાઓમાં તેના લેખોના સંસ્કરણો બનાવવાની દિશામાં આ કંપનીનું પ્રથમ પગલું છે. તેમણે કહ્યું કે, આનાથી વેબસાઈટ પર નવા વાચકો આવશે. આ સાથે કંપનીએ પણ એક ફેરફાર કર્યો છે. હવે કંપની અનુવાદ કરેલા લેખો પર માણસોના નામ લખતી નથી. એટલે કે લેખકનું નામ નથી.
જો કે, GMG યુનિયન જે Gizmodo કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે, કંપનીના નિર્ણયની ટીકા કરી છે અને કહ્યું છે કે કંપની પત્રકારો સાથે અન્યાયી વર્તન કરી રહી છે. યુનિને કહ્યું કે AI લેખો મનુષ્યો જેવા નથી અને તેઓ માનવ સંપાદન ચૂકી જાય છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ કંપનીએ કામની ઝડપ વધારવા અને ખર્ચ ઘટાડવા માટે AIનો ઉપયોગ કર્યો હોય. આ પહેલા પણ ઘણી કંપનીઓએ લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. ઓપન એઆઈના સીઈઓએ પોતે કહ્યું છે કે એઆઈ ભવિષ્યમાં ઘણા લોકોની નોકરીઓ છીનવી લેશે.