આ કંપની માત્ર 279 રૂપિયાના રિચાર્જ પ્લાન પર આપી રહી છે 4 લાખ રૂપિયાનો Life Insurance, સાથે Unlimited કૉલિંગ-ડેટા
નવી દિલ્હીઃ ભારતીય ટેલિકૉમ કંપની એરટેલ (Airtel)એ તાજેતરમાં જ બે નવી પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) લૉન્ચ કર્યા છે. જેને એક્ટિવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રી કૉલિંગ અને હાઇ સ્પીડ 4G ઇન્ટરનેટ ઉપરાંત હેલ્થ ઇન્શ્યૉરન્સ (Life Insurance)નો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App279 રૂપિયામાં 4 લાખનો વીમો..... કંપની અનુસાર, જો કસ્ટમર્સ 279 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવે છે, તો તેમને દરરોજ 1.5GB હાઇ સ્પીડ 4G ડેટા, કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS મોકલવાની સુવિધાની સાથે 4 લાખ રૂપિયાનો લાઇફ ઇન્શ્યૉરન્સ પણ મળશે.
ખાસ વાત છે કે, આ લાઇફ ઇન્શ્યૉરન્સ માટે કોઇપણ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂરી નહીં પડે. એટલુ જ નહીં 28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં એરટેલ Xstream Premiumનુ સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડેલી લિમીટ ખતમ થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇ જશે.
179 રૂપિયામાં 2 લાખનો લાઇફ ઇન્શ્યૉરન્સ..... વળી, એરટેલના 179 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં 2 લાખ રૂપિયાના લાઇફ ઇન્શ્યૉરન્સની ઓફર આપવામાં આવી રહી છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે, જેમાં દરરોજ 2GB હાઇ સ્પીડ 4G ઇન્ટરનેટ, કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સાથે દરરોજ 300 SMS મોકલવાની સુવિધા આપવામાં આવી રહી છે.
એટલુ જ નહીં આ પ્લાનમાં એરટેલ Xstream Premiumનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. ઉલ્લેખનીય છે કે, ડેલી લિમીટે ખતમ થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇ જશે.