આશ્ચર્યજનક...... લગ્ન માટે હવે પંડિતજીની જરૂર નહીં પડે, ChatGPTએ છોકરા-છોકરી કરાવ્યા લગ્ન, ને પછી મહેમાનોનું પણ કર્યુ અભિવાદન, જુઓ.....
ChatGPT Officiate Wedding: ટેકનોલૉજીની દુનિયામાં એઆઇ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુને વધુ શાનદાર કામગીરી કરી રહ્યું છે, હવે એઆઇએ લગ્ન કરાવ્યા હોવાની વાત પણ સામે આવી છે. હવે લગ્ન કરવા માટે પંડિતજીની જરૂર નથી કેમ કે લોકો ChatGPTની મદદથી લગ્ન કરી રહ્યા છે, મતલબ કે AI લોકોના લગ્ન કરાવી રહ્યું છે. જુઓ અહીં તસવીરો...
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChatGPT એવા એવા પરાક્રમો કરી રહ્યું છે કે, તે દુનિયાભરમાં સતત હેડલાઇન્સમાં રહ્યાં કરે છે, એજ્યૂકેશન હોય, ડૉક્ટરને મદદ કરવી હોય, રોગ શોધવો હોય કે પેપર પાસ કરવું હોય, આ તમામ ક્ષેત્રે હવે ChatGPT કામ કરી રહી છે.
એક ખાસ સમાચાર છે કે, એક કપલે ChatGPTની મદદથી લગ્ન કર્યા છે. પીપલ મેગેઝિન અનુસાર, એઆઈ સંચાલિત ચેટબૉટ કપલની વચ્ચે મૂકવામાં આવ્યું હતું અને ડેટાના આધારે, તેને તેમના લગ્નની જાહેરાત કરી હતી અને દૂર-દૂરથી આવેલા એટલે કે જુદાજુદા દેશો અને શહેરોમાંથી આવેલા મહેમાનોનો તેને ખાસ રીતે આભાર પણ માન્યો હતો.
કન્યાના પિતાને ચેટબૉટથી લગ્ન કરાવવાનો વિચાર હતો. અમેરિકાના કોલોરાડોમાં રહેતા રીસ એલિસન વિન્ચ અને ડેટૉન ટ્રૂઇટે ChatGPTની મદદથી લગ્ન કર્યા અને આ દિવસને કાયમ માટે યાદગાર બનાવી દીધો.
આશ્ચર્યજનક રીતે, કપલે 1885ના એક ઐતિહાસિક ચર્ચમાં ખૂબ જ આધુનિક શૈલીમાં લગ્ન કર્યા હતા, જેમાં લગભગ 100 લોકોએ હાજરી આપી હતી. કપલે એક અઠવાડિયામાં લગ્નનું આખું આયોજન કર્યું અને તેમના 30 મહેમાનોને AI-જનરેટેડ સ્ટેટમેન્ટ મોકલ્યા હતા.