Valsad PHOTO: વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠ્યો ગુજરાતના આ વિસ્તાર,દ્રશ્યો જોઈને તમે મસૂરીને પણ ભૂલી જશો
Valsad PHOTO: વલસાડ જિલ્લા પર કુદરતની મહેરબાની ખૂબ જ રહી છે અને એટલે જ આજે કુદરતે વલસાડને સન્ડેની ગિફ્ટ આપી છે. વરસાદ બાદ આ વિસ્તારમાં કુદરત સોળે કળાએ ખીલેલું જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઈકાલે વલસાડમાં ભારે વરસાદ સાથે જિલ્લાની તમામ નદીઓ તોફાને ચઢી હતી અને તેજ સમયે દરિયો શાંત હતો જેને લઈને દરિયાએ આ તોફાની નદીઓનું પાણી પોતાનામાં સમાવી લીધું જેને લઈને વલસાડમાં નદીઓની નજીકના વિસ્તારમાં કોઈ મોટું નુકસાન ન થયુ.
આજે વલસાડનો દરીયો તોફાને ચઢયો છે તો એની નદીઓ શાંત છે, જી હા વલસાડનું વાતાવરણ આજે ખુબ જ રમણીય છે.
આછો તડકો અને પવન છે તો ગરમી પણ ઓછી છે અને વરસાદ બંધ છે એટલે જ લોકો આજે વલસાડના અલગ અલગ વિસ્તારમાં ફરવા નીકળ્યા છે.
વલસાડના તિથલ દરિયા કિનારે દરિયોએની સીમાઓ ઓળંગી રહ્યો છે તો એની જમીન સાથે લડાઈમાં જે પાણીની થપાટ ઉડે છે એની લોકો મજા માણી રહ્યા છે અને ઓવર ઓલ સન્ડેની રજા હોઈ કુદરતે આ ગિફ્ટ આપી છે કે લોકો મજા કરી શકે.
વલસાડમાં દરિયો જ નહીં પણ સાથે સાથે ધરમપુર અને કપરાડાના જંગલો પણ સોળેકળાએ ખીલી ઉઠ્યા છે.
તમામ ઝરણાં અને ધોધ ખીલી ઉઠ્યા છે. ધરમપુરના બીલપુડીના સુના રૂપા ધોધ હોઈ કે શંકર ધોધ હોઈ પહેલા જ વરસાદમાં એ ધોધમાર પાણી સાથે વહી રહ્યા છે.
એક તરફ તોફાની દરિયાની મજા તો બીજી તરફ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.