Emmanuel Macron: ફ્રાન્સના રાષ્ટ્રપતિ વાપરે છે આ ફોન, પીએમ મોદીની સાથે લીધી સેલ્ફી
Emmanuel Macron: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રૉન ભારતની 2 દિવસની મુલાકાતે આવ્યા હતા, ગઈકાલે તેણે પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી જે હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. અમે તમને અહીં તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ. પીએમ મોદી અને ઇમેન્યૂઅલ મેક્રૉન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રૉને ગઇકાલે પીએમ મોદી સાથે ગણતંત્ર દિવસની પરેડનો ભવ્ય સમારોહ નિહાળ્યો હતો. આ પહેલા તેમણે પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજનાથ સિંહ સાથે યુદ્ધ સ્મારક પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગઈકાલે રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રૉને જયપુરમાં પીએમ મોદી સાથે ચા પીધી અને રોડ શો પણ કર્યો. રોડ શો દરમિયાન રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રૉને પીએમ મોદી સાથે સેલ્ફી લીધી જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રૉન કયો ફોન વાપરે છે. ઇમેન્યૂઅલ મેક્રૉનના હાથમાં દેખાતો ફોન એપલની લેટેસ્ટ આઈફોન સીરીઝનો ભાગ છે. ખરેખર, તેની પાસે iPhone 15 Pro Maxનું વાદળી ટાઇટેનિયમ મોડલ છે. ભારતમાં તેની કિંમત 1,59,900 રૂપિયા છે.
તમે iPhone 15 Pro Maxને 256GB, 512GB અને 1TB વેરિઅન્ટમાં ખરીદી શકો છો. તેમાં 6.7 ઇંચની ડિસ્પ્લે, A17 પ્રો ચિપ, 48 MP + 12 MP + 12 MPના ત્રણ કેમેરા અને 15 વોટ મેગસેફ વાયરલેસ ચાર્જિંગ છે.
તમે બ્લૂ ટાઇટેનિયમ, વ્હાઇટ, બ્લેક અને નેચરલ ટાઇટેનિયમમાં iPhone 15 Pro Max ઓર્ડર કરી શકો છો. હવે આ મોડલ ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ પર લોન્ચ કિંમત કરતા સસ્તું ઓફર કરવામાં આવી રહ્યું છે.