Photos: લેપટૉપ ખરીદવું છે તો આ પાંચ લેપટૉપ બનશે તમારું બેસ્ટ ઓપ્શન, જુઓ કિંમત ને ફિચર્સ
Best Laptop Story: ભારતમાં આજકાલ લોકો લેપટૉપનો વધુ યૂઝ કરવા લાગ્યા છે, અને દિવસે દિવસે લોકો લેપટૉપની ખરીદી પણ વધુ કરી રહ્યાં છે, જો તમે બેસિક જરૂરિયાત માટે લેપટૉપ (Laptop) ખરીદવા માંગો છો, તો તમારુ ઓછુ બજેટ ચાલી જશે. અહીં અમે તમને 20 હજાર રૂપિયાના બજેટ વાળા બેસ્ટ અને ધાંસૂ ફિચર્સ વાળા લેપટૉપ બતાવી રહ્યાં છે, જેમાં તાજેતરમાં જ લૉન્ચ થયેલું જિયોબુક 4જી પણ સામેલ છે. જુઓ લિસ્ટ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJioBook 4G: - રિલાયન્સ રિટેલે થોડાક દિવસો પહેલા જ આ લેપટૉપને માર્કેટમાં લૉન્ચ કર્યુ છે આ ઓપરેટિંગ સિસ્ટમ JioOS પર બેઝ્ડ છે, આની કિંમત હાલમાં 16,499 રૂપિયા છે. 11.6 ઇંચ (29.46 સેમી) એન્ટી ગ્લેયર એચડી ડિસ્પ્લે વાળા આ લેપટૉપ (JioBook) માં 2.0 ગીગાહર્ટઝ ઓક્ટાકૉર પ્રૉસેસર, 4 GB LPDDR4 RAM, 64 જીબી (એસડી કાર્ડની સાથે 256 જીબી સુધી એક્સપાન્ડેબલ) સ્ટૉરેજ સહિત બીજા કેટલાય ફિચર્સ છે.
Lenovo Athlon Dual Core 3050U: - લેનોવો બ્રાન્ડમાં આ લેપટૉપ આ બજેટમાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર આની કિંમત 19,490 રૂપિયા છે. 14 ઇંચ ડિસ્પ્લે વાળા આ લેપટૉપમાં 4GB/256GB SSD/Windows 10 Home અવેલેબલ છે.
HP Chromebook MediaTek Kompanio 500: - જો તમે એચડી બ્રાન્ડમાં ખરીદવા માંગો છો, તો આ લેપટૉપ તમારી પહેલી પસંદ બની શકે છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 19,990 રૂપિયા છે. 11.6 ઇંચની ડિસ્પ્લે વાળા આ લેપટૉપમાં 4GB/64GB EMMC સ્ટૉરેજ/Chrome OS) છે. આ ક્રૉમબુક સીરીઝનું ડિવાઇસ છે.
CHUWI Celeron: - આ ડિવાઇસ પણ તમને પસંદ આવી શકે છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત હાલમાં 18,990 રૂપિયા છે, આમાં 8 GB/256 GB SSD/Windows 11 Homeનું કૉન્ફિગરેશન મળશે, આમાં 14.1 ઇંચની ડિસ્પ્લે છે, આમાં 6 કલાક સુધીનો બેટરી બેકઅપ મળે છે.