હવે @Twitter નહીં યૂઝરનેમથી તમે શોધી શકશો કંપનીની પ્રૉફાઇલ.......
Twitter Updates: એલન મસ્કે જ્યારથી ટ્વીટરને હસ્તગત કર્યુ છે, ત્યારથી ટ્વીટરમાં એક પછી એક જુદાજુદા ફેરફારો જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ એલન મસ્કે ટ્વીટર કંપનીનો લૉગો પણ બદલી દીધો છે. એલન મસ્ક કંપનીનું નામ અને લૉગો બદલીને X કરી દીધો છે. જોકે લૉગોની ડિઝાઈન હજુ સુધી ફાઈનલ થઈ નથી અને એલન મસ્ક તેના પર કામ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલન મસ્કે માત્ર કંપનીનું નામ અને લૉગો જ નથી બદલ્યા પરંતુ તેમને કંપનીની હેડ ક્વાર્ટરની ઓફિસોના નામ પણ બદલી નાંખ્યા છે. એલન મસ્કે ઓફિસના નામની આગળ X શબ્દ એડ કરી દીધો છે. તેમને તેણે એક રૂમનું નામ તો Se#Y રાખ્યું છે. હા, તમે જે વિચારી રહ્યા છો તે એકદમ બરાબર છે.
કંપનીના નામની સાથે એલન મસ્કે યૂઝરનેમ પણ બદલ્યું છે, એટલે કે હવે તમારે @Twitterને બદલે @X નો ઉપયોગ કરવો પડશે. કંપનીના કોઈપણ ઓફિશિયલ પેજને સર્ચ કરવા માટે તમારે આ શબ્દનો જ ઉપયોગ કરવો પડશે. જેમ કે @Xsports, @XSpaces
X શબ્દ સાથે જોડાયેલી એલન મસ્કની આ ત્રીજી કંપની છે. તેમને એક્સ શબ્દ બહુ ગમે છે. જોકે, એલન મસ્કે વેરિફાઈડ યૂઝર્સ માટે X પર એક નવું ફિચર બહાર પાડ્યું છે. હવે વેરિફાઈડ યૂઝર્સ પ્લેટફોર્મ પરથી વીડિયો ડાઉનલૉડ કરી શકશે. તાજેતરમાં વીડિયો ડાઉનલૉડ કરવાનો ઓપ્શન માત્ર iOSમાં જ અવેલેબલ છે.
એલન મસ્ક X ને ચીનની WeChat જેવી બનાવવા માંગે છે. WeChat એ ચીનની જાણીતી સોશ્યલ મીડિયા એપ છે, જે લોકો સાથે જોડાવા ઉપરાંત તેમને પેમેન્ટની ફેસિલિટી પણ આપે છે. મસ્ક X માં વધુ સારા કૉમ્યૂનિકેશન ટૂલ અને પેમેન્ટ સાથે જોડાયેલા ફિચર્સ પણ લાવવા માંગે છે.
ટ્વીટર સાથે સ્પર્ધા કરવા માટે મેટાએ આ મહિનાની શરૂઆતમાં થ્રેડ્સ એપ્લિકેશન લૉન્ચ કરી હતી. થોડા દિવસોમાં જ એપ 200 મિલિયન યૂઝરબેઝ મેળવી ચૂકી છે. જોકે હવે એપનો યૂઝરબેઝ ઝડપથી ઘટવા લાગ્યો છે. આનું કારણ X જેવી ફેસિલિટી અને ફિચર્સનો અભાવ છે. જોકે આજે કંપનીએ એક પૉસ્ટ શેર કરી છે જેમાં નવા ફિચર્સ વિશે જાણકારી આપવામાં આવી છે. થ્રેડ્સમાં નીચેના ટેબનો ઓપ્શન આવ્યો છે, હવે તમે એપ્લિકેશનમાં ક્રોનૉલોજિકલ ઓર્ડરમાં પૉસ્ટ્સ દેખાશે.