UPI Payment: કીપેડ વાળા ફોનથી પણ તમે કરી શકો છો યુપીઆઇ પેમેન્ટ, આ છે આસાન રીત
UPI Payment: UPI પેમેન્ટને લઈને ઘણી વાર લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે, એક સવાલ એ પણ છે કે શું સ્માર્ટફોન વગર પણ UPI પેમેન્ટ કરી શકાય છે? આજે યુપીઆઈનો ઉપયોગ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં થઈ રહ્યો છે. આ એક એવી સિસ્ટમ છે જેના દ્વારા થોડી સેકન્ડમાં પેમેન્ટ થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUPI ભારતમાં દરેક નાની-મોટી દુકાન પર ઉપલબ્ધ છે. એટલે કે તમારે ચાની દુકાન પર પેમેન્ટ કરવું હોય કે મોલમાં પૈસા ચૂકવવા પડે, બધું UPI દ્વારા થાય છે.
હવે ઘણા લોકો વિચારે છે કે UPI ટ્રાન્ઝેક્શન ફક્ત સ્માર્ટફોન દ્વારા જ થઈ શકે છે. જોકે એવું નથી.
ખરેખર, NPCI દ્વારા આ માટે એક જોગવાઈ કરવામાં આવી છે, જેને UPI123Pay કહેવાય છે. આની મદદથી ત્રણ સરળ સ્ટેપમાં પેમેન્ટ કરી શકાય છે. પહેલા કૉલ કરો, બીજુ ચૂઝ કરો અને ત્રીજુ પે કરો.
સૌથી મહત્વની વાત એ છે કે આમાં તમારે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની પણ જરૂર નથી. એટલે કે તમે માત્ર એક કૉલ કરીને પેમેન્ટ કરી શકો છો. આની મદદથી કોઈપણ દુકાન કે ફોન નંબર પર પેમેન્ટ કરી શકાય છે.
કીપેડ ફોન એટલે કે ફિચર ફોન પર આ સુવિધા મેળવવા માટે તમારે પહેલા તમારો નંબર તમારી બેંક સાથે લિંક કરવો પડશે. આ પછી તમારે તમારા ડેબિટ કાર્ડની વિગતોની મદદથી UPI પિન સેટ કરવો પડશે.
આ સુવિધાથી તમે માત્ર પેમેન્ટ જ નહીં પરંતુ ગેસ બિલ, મોબાઈલ રિચાર્જ, EMI અને બેલેન્સ પણ ચેક કરી શકો છો. UPI123Pay માં કુલ ત્રણ ચુકવણી પદ્ધતિઓ ઉપલબ્ધ છે.