WhatsAppથી શિવભક્તોને મહાશિવરાત્રી આ રીતે કરો વિશ, ખુશ થઇ જશે સગા-સંબંધી
Happy Mahashivratri 2023: આજે દેશભરમાં મહાશિવરાત્રી તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, આ તહેવાર ભગવાન શિવને સમર્પિત છે, અને લોકો આજના દિવસે શિવની આરાધના કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે તમે મહાશિવરાત્રી પર પોતાના સગા-સંબંધીઓને વૉટ્સએપ દ્વારા ખાસ અંદાજમાં શુભકામના પાઠવવા માંગો છો, તો તેના માટે એક ખાસ રીત છે. તમે આ માટે ટેકનોલૉજીનો સહારો લઇ શકો છો. (તસવીરો -Pexels)
વૉટ્સએપ દુનિયાભરમાં ફેમસ છે, મહાશિવરાત્રી પર લાંબા લાંબ મેસેજ લખવાના બદલે વૉટ્સએપ સ્ટીકર દ્વારા ભોલોનાથના ભક્તોને આ વખતે મહાશિવરાત્રીની શુભકામના આપી શકો છો. સગા-સંબંધીઓને મહાશિવરાત્રીના સ્ટીકર મોકલવા માટે તમારે પ્લે સ્ટૉરમાથી મહાશિવરાત્રી સ્ટીકર પેક (Mahashivratri WhatsApp Stickers) ડાઉનલૉડ કરવી પડશે. (તસવીર -ABP)
સ્ટીકર પેકને ડાઉનલૉડ કર્યા બાદ આને વૉટ્સએપમાં એડ કરી લો, અને જે લોકોને તમે અલગ રીતે મહાશિવરાત્રી વિશ કરવા માંગો છો, તેને સ્ટીકર મોકલો. સાયન્સ પણ એ બતાવે છે કે, આખોના વિઝ્યૂઅલ્સ સારા લાગે છે. આવા સ્ટીકરથી તમારા સગા-સંબંધીઓ ખુશ થઇ જશે (તસવીરો -ABP)
વૉટ્સએપ સ્ટીકર પેક (Mahashivratri WhatsApp Stickers) દ્વારા મહાશિવરાત્રીના મંત્ર જાપ પણ મોકલી શકો છો. જો તમે ઓમ નમઃ શિવાય ઉચ્ચારો છો, તો તમે તે પણ મોકલી શકો છો.
વળી, બીજીબાજુ વૉટ્સએપે તાજેતરમાં જ લોકોને એ સુવિધા આપી છે કે, હવેથી 30થી વધુ તસવીરો અને વીડિયો એકવારમાં ટ્રાન્સફર કરી શકો છો. આ નવુ રૉલઆઉટ થઇ ચૂક્યુ છે. આને તમે પ્લે સ્ટૉરમાંથી ડાઉનલૉડ કરી શકો છો. આના નવા અપડેટમાં તમે જ્યારે કોઇ વ્યક્તિને ડૉક્યૂમેન્ટ ટ્રાન્સફર કરશો તો તેને કેપ્શન પણ આપી શકશો. (તસવીરો -Pexels)