Mahashivratri 2023: તસવીરોમાં જુઓ શિવરાત્રી નિમિત્તે કેવો છે રાજ્યના શિવાલયોનો નજારો
Mahashivratri 2023: આજે મહશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિતે રાજ્યના દરેક શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના આશિર્વાદ લેવા સવારથી જ શિવાલયોમાં પહોંચી રહ્યા છે. તો બીજી તરફ મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિરે ભાવીભકતોનુ ઘોડાપુર ઉપટ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવહેલી સવારે સોમનાથ મંદિર 4:00 કલાકે દર્શન માટે ખુલ્લુ મુકાયુ હતું. મંદિર દર્શન માટે ખુલતા જ ભાવિકોની કતારો જોવા મળી હતી. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યુ. જયારે દિવસભર સોમનાથમાં વિશેષ પૂજા સહિત અનેક કાર્યક્રમો યોજાશે. તો અનેક પ્રકારની મહાદેવની પૂજા અર્ચના કરી શકશે.
મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રી આ દિવસે ભગવાન શીવની પૂજા આરાધના થાય છે. જૂનાગઢની તળેટીમાં બીરાજમાન ભગવાન ભોળાનાથને રાત્રે 12 વાગ્યાથી જ પૂજા શરુ કરી દેવામાં આવી હતી.. વહેલી સવારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે એ પહેલાથી જ ભક્તોનો ધસારો ભવનાથ મંદિરના પ્રાંગણમાં શરુ થઇ ગયો. વિદેશી મહેમાનોએ પણ ભગવાન શિવની આરાધના કરી હતી.
અલગ અલગ દ્વવ્યો અને ફૂલોની માળા સાથે ભક્તો પહોચ્યા શીવ દર્શને પહોચ્યા હતા. મંદિરના ગર્ભ ગૃહને પણ ફૂલોથી સજાવવામાં આવ્યો. સવારે ભગવાન ભોળાનાથને સણગાર કર્યા બાદ ભાંગનો પ્રસાદ ચડાવવામાં આવશે. હર હર મહાદેવના નાદ સાથે સંપૂર્ણ વાતાવરણ શીવમય બની ચૂક્યુ છે.
રાજકોટ શહેરમાં તમામ શિવાલયોમાં સવારથી મહાશિવરાત્રીની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના રામનાથ, મહાદેવ પંચનાથ, ધારેશ્વર,જાગનાથ,ઈશ્વરીયા મહાદેવ સહિતના પૌરાણિક મંદિરોમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
મહાશિવરાત્રીને હવે બસ ગણતરીના કલાકો બાકી છે ત્યારે શિવાલયોમાં શિવરાત્રીને લઈને જોરથી તૈયારીઓ કરવામાં આવી છે અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોના દર્શન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સવારે 5:00 વાગ્યા થી શિવાલયમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર પ્રહારની પૂજા વિધિ કરવામાં આવશે.
આજે રાજ્યના દરેક શિવ મંદિરોમાં મહાશિવરાત્રી નિમિતે વિશેષ પૂજઅર્ચના કરવામાં આવે છે, અને ભક્તોને ભાંગનો પ્રસાદ આપવામાં આવે છે.