રાજકોટમાં હિટ એન્ડ રન કરનારી કારમાંથી મળી ક્યા BJP સાંસદના ઘરની નેમ પ્લેટ ? જાણીને ચોંકી જશો
જો કે કારમાંથી બીજા કોઈના નામની નહીં ને રાદડિયાના નામની જ પ્લેટ મળી આવી તેના કારણે ઘણા સવાલો ઉભા થયા છે. સાંસદની સ્પષ્ટતા બાદ પોલીસ તપાસમાં આ નેમ પ્લેટ કારમાં કઇ રીતે પહોંચી તેનો ખુલાસો જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે કારના કાચ અને અન્ય ઘણી વસ્તુ ડુપ્લીકેટ બનતી જ હોય છે. એ રીતે મારા ઘરની નેમ પ્લેટ બની છે અને તેને મારા ઘર સાથે કોઈ લેવાદેવા નથી. આ નેમ પ્લેટ પણ ડુપ્લિકેટ હોઈ શકે છે.
અકસ્માત સર્જનારી કારમાંથી પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડીયાના ઘરની નેમ પ્લેટ મળી આવી હતી. આ નેમ પ્લેટ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને કારને રાદડિયા સાથે કંઈ સંબંધ છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી.
આ ઘટનામાં ત્રણ લોકોને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે કારનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અલબત્ત આ ઘટનામાં વધારે ચોંકાવનારી વાત તો પોલીસે આવીને તપાસ કરી એ પછી સામે આવી હતી.
રાજકોટઃ રાજકોટમાં રિંગ રોડ પર શનિવારે રાત્રે 11 વાગ્યે બનેલી હિટ એંડ રનની એક ઘટનામાં એક કાર ચાલકે બેફામ કાર ચલાવીને 3 બાઇક ચાલકને અડફેટે લીધા હતા. એ પછી બેકાબૂ કાર એક રેસ્ટોરંટમાં ઘૂસી ગઈ હતી.
આ મામલે એબીપી અસ્મિતાએ સાંસદ વિઠ્ઠલ રાદડીયાનો સંપર્ક કર્યો હતો. એબીપી અસ્મિતાને રાદડીયાએ જણાવ્યું કે મારે આ કાર સાથે કોઇ લેવા દેવા નથી અને મારા ઘરની નેમ પ્લેટ મળી તેની તપાસ થવી જોઈએ.