ગુજરાતના કયા શહેરમાં આવ્યો ભૂંકપનો આંચકો, ઘણાં લોકો રહ્યા અજાણ, જાણો વિગતે

ગુજરાત ઉપરથી ઓખી વાવાઝોડાનું સકંટ ટળ્યાની કળ વળે એ પહેલાં જ બુધવારે બપોરે રાજકોટવાસીઓને વધુ એક કુદરતી ઝાટકો એ સમયે લાગ્યો કે જ્યારે 3.1ની તીવ્રતા સાથેનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.
આ આંચકાને પરિણામે લોકો પોતાના ઘર તેમજ ઓફિસ અને દુકાનોની બહાર દોડી આવ્યા હતાં. આ તરફ ગાંધીનગર સ્થિત આવેલી સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બપોરે 11.10 વાગે રાજકોટથી 27 કિલોમીટર દૂર ઈસ્ટ સાઉથ તરફના વિસ્તારમાં 3.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો.
રાજકોટ: દિલ્લીમાં બુધવારે રાતે તીવ્ર ભૂકંપના આંચકા આવ્યા હતા. દિલ્હીના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ગુજરાત પર ‘ઓખી’ વાવાઝોડાનો ખતરો મંડરાયેલો હતો. જોકે આ ખતરો ટળી ગયો છે ત્યારે બુધવારે બપોરે રાજકોટમાં ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.1 નોંધાઈ હતી.

ભૂંકપના આ આંચકાથી વધુ કોઈ અસર જોવા મળી નહોતી. આ ઉપરાંત કચ્છના રાપરમાં પણ ઘણાં સમય બાદ બપોરે 11.15 વાગે 1.8ની તીવ્રતાનો ભૂંકપનો હળવો આંચકો અનુભવાયો હતો.