‘GMDC ગ્રાઉન્ડ પર 3 ગણા લોકો ખડકી વિરોધ કરતાં વાર નહીં લાગે’, હાર્દિક પટેલે કોને આપી આ ચીમકી?
મોરબી: મોરબીમાં પાસ કન્વીનર હાર્દિક પટેલે પરિવર્તન સંમેલનમાં હાજરી આપી હતી જ્યાં સભા સંબોધી હતી. અહીં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ખેડૂત જેમ દર એક ને એક પાક વારંવાર ન કરી ફેરબદલી કરે છે તેમ સરકારની પણ ફેરબદલી કરવા સૂચન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે સ્થળે હાર્દિક પટેલની સભા હતી ત્યાં જ ભાજપનું પણ કાર્યાલય આવેલું છે. રાત્રીના મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો આવી જતાં ઘર્ષણ થવાની શક્યતાને પગલે ભાજપ કાર્યાલય ફરતે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
માત્ર રિવરફ્રન્ટ થઈ વિકાસ નહીં પણ ખેડૂતને પૂરતા ભાવ, વીજળી, પાક વિમો, ગરીબને રોજગાર અને શિક્ષણ થકી વિકાસ થતો હોવાનું જણાવ્યું હતું. અંતમાં તમામ લોકોને ભાજપને મત ન આપવા સંકલ્પ લેવડાવ્યા હતા.
કોઈએ એમાં કીધા ન કરવાનું હોય સેવા તો માનવ ધર્મ છે. મોરબીની સિવિલ હોસ્પિટલ, કોલેજ, પ્રાથમિક શિક્ષણ સહિત તેમજ રાજકોટ-મોરબી અને જેતપર-મોરબી રોડ મુદ્દે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર પણ પ્રહારો કર્યાં હતાં.
મોરબીમાં ગત ઓક્ટોબર મહિનામાં સભા કર્યાં બાદ ફરીવાર આજે મોરબીના રવાપર રોડ પર આવેલ બાપાસીતારામ ચોકમાં પરિવર્તન સંમેલન યોજવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેણે પીએમના મોરબીમાં હોનારતમાં જે સેવાની કાર્યની વાત કરી હતી તે વિશે પીએમને આડે હાથ લીધા હતા અને મોરબીમાં દેશ ભરમાંથી પુર વખતે સેવા માટે આવી પહોંચ્યા હતા.
કોંગ્રેસને પણ જો પાટીદાર કે અન્ય કોઈ પણ સમાજ સાથે છેતરપિંડી કરી તો ફરીવાર જીએમડીસીમાં ત્રણ ગણાં લોકો સાથે સભા કરી વિરોધ કરતાં વાર નહીં લાગે તેમ હાર્દિકે ટકોર કરી હતી. થોડા દિવસ પહેલા મોરબીમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી જેનો જવાબ પણ હાર્દિકે આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -