રાજકોટમાં 30 હજાર પાટીદાર સાસુ-વહુ અને દીકરીઓએ લીધો 'હવે નહીં ઝઘડીયે' સંકલ્પ
રાજકોટઃ શહેરમાં ગઇકાલે પાટીદાર સમાજ દ્વારા ‘એક બીજાને ગમતા રહીએ’ના સ્લૉગન સાથે ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. જેમાં અંદાજે 30 હજાર મહિલાઓએ ઉપસ્થિત રહીને હવે અમે નહીં ઝઘડીયે, એવો સંકલ્પ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલના જણાવ્યાનુસાર આ કાર્યક્રમ સમાજમાં અને જાહેર જીવનમાં એક ક્રાંતિકારી પગલું લાવશે.
ઉલ્લેખનીય છે કે, નારી શક્તિને ઉજાગર અને સંગઠિત કરવા તેમજ પાટીદારોની પારિવારિક સમસ્યાઓના સમાધાનનો માટે પટેલ સેવા સમાજ દ્વારા રાજકોટના સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે રવિવારે વિશાળ પાટીદાર મહિલાઓ સ્નેહમિલન યોજાયું. ‘એક બીજાને ગમતા રહીએ’ના સ્લોગન સાથેના આ કાર્યક્રમમાં અંદાજિત 30 હજાર મહિલાઓ ઉપસ્થિત રહીને સાસુ વહુ અને દીકરીઓ એકબીજાને ગમતા રહે અને સંબંધો સુદ્રઢ થાય એવો સંકલ્પ લીધો. ઉપરાંત મહિલાઓએ એવું પણ નક્કી કર્યું કે હવે અમે નહીં ઝઘડીયે.
પટેલ સેવા સમાજ રાજકોટના ઉપક્રમે આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે બપોરે 3.30 કલાથી આ સ્નેહમિલનનો પ્રાંરભ થયો હતો, જેમાં રાજકોટ, શાપર-વેરાવળ અને મેટોડા ખાતે રહેતી બહેનો જોડાઇ હતી.
આ સંમેલનમાં 12 વર્ષની તરુણીથી માંડી 106 વર્ષના વૃધ્ધા સહિત 30 હજારથી વધુ બહેનો જોડાઇ હતી. આમાં સાસુ, વહુ અને દીકરી એક જ મંચ પર ભેગા થયા હતા. આ પ્રસંગે 90 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃધ્ધાનું વિશેષ સન્માન કરાયું હતું, જેની સંખ્યા 50થી વધુ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -