રાજકોટઃ લગ્નની લાલચ આપીને 5 શખ્સોએ આચર્યું દુષ્કર્મ, 2ની ધરપકડ
ધીરેન્દ્ર અહીંથી પરિણીતાને ભગાડીને વતન પહોંચ્યો ત્યારે તેના મિત્ર ભગત સહિતના શખ્સોએ લગ્ન કરી લે તો પોલીસ પકડશે નહીં તેમ કહી લગ્ન કરાવવા લઇ ગયા હતા. સાંજ પડી જતાં નિર્જન સ્થળે રાતવાસો કરવાના બહાને રોકાઇ ગયા. જ્યાં મહેફિલ યોજ્યા બાદ પીડિતા ઉપર દુષ્કર્મ કર્યું હતું.
બન્ને તહોમતદારને 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર સોંપાયા છે. ઓપરેશનમાં એસસીએસટી સેલના મહિલા ડીવાયએસપી એસ.એસ. મહેતા, પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા સહિતની ટીમે યુ.પી.માં 6 દિવસ ધામા નાખી કુંજબિહારી અને મહિપાલને પકડી પાડ્યા હતા. ધીરેન્દ્ર લોધી, ભગત અને રમેશ સહિત 4 હજુ હાથ લાગ્યા નથી.
તક મળતાં પોલીસનો સંપર્ક કરનાર પીડિતાને સ્થાનિક પોલીસે મુક્ત કરાવ્યા બાદ શાપર પોલીસની ટીમ તેણીને પરત લાવી હતી. પીડિતાએ ધીરેન્દ્ર સહિત 6 સામે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કુંજબિહારી લોધી અને મહિપાલ આહીરવાલ તહોમતદારને ઝડપી લીધા હતા.
ધીરેન્દ્ર તેની સાથે આગલા દિવસે લગ્ન કરવાનો હતો. પરંતુ મહિલા ઉપર 5 શખ્સે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. ત્યાંથી પીડિતાને નિર્જન વિસ્તારના એક ઝૂંપડામાં ગોંધી રાખવામાં આવી હતી.
રાજકોટઃ રાજકોટની મહિલાનું લગ્નની લાલચ આપીને યૂપીમાં 5 શખ્સે સામૂહિત દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. શાપર-વેરાવળમાં રહેતી મહિલાનું 24 જાન્યુઆરીએ લગ્નની લાલચ આપીને ધીરેન્દ્ર લોધી અપહરણ કરીને યુપીના બુંદેલખંડના ખેડાસજાલીત ગામલઈ ગયો હતો. ધીરેન્દ્ર યુવતી સાથે જ કારખાનામાં કામ કરતો હતો.