રાજકોટઃ PSIને ઉપલેટાની યુવતી સાથે હતું અફેર, શું આવ્યો અંજામ ? પ્રેમિકા સામે થઈ શું ફરિયાદ ? જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએસઆઇ મેહૂલ મારુએ રાજકોટમાં 30 માર્ચની મોડી રાત્રે આપઘાત કરી લીધો હતો. પીએસઆઈ મેહૂલ મારુ પરિણીત હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. તેઓ રાજકોટમાં રહેતા હતા.
રાજકોટઃ રાજકોટમાં પીએસઆઇ મારુના આપઘાત કેસમાં 15 દિવસ બાદ તેના પિતાએ એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે વિવાદોમાં રહેલા મેહુલ મારુની પ્રેમિકા વિરુદ્ધ અને ઉપલેટાના નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય બે વ્યક્તિના નામનો સમાવેશ થાય છે.
રાજકોટના એ ડિવીઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી નેહા અને મારુને બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. પીએસઆઇ પ્રેમિકાના ઘરે જઇ હંગામો કર્યો હતો અને હાથની નસ કાપી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ તે વિવાદોમાં પણ આવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે બે વર્ષથી મારુને ઉપલેટાની નેહા સાથે પ્રેમસંબંધ હતો. ફરિયાદી પિતા ચિથરભાઇ મારુએ જણાવ્યું હતું કે, મારા દિકરાને ઢોર માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મરવા મજબૂર કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -