ઉત્તરકાશીમાં મિની બસ ખીણમાં ખાબકતાં 7 ગુજરાતીઓ સહિત 9નાં મોત, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેમરાજભાઈ બેહચરભાઈ રામપરીયા, મગનભાઈ બેહચરભાઈ સેવટીયા, ભગવાનભાઈ ભવાનભાઈ રાઠોડ, ચંદુભાઈ તુલસીભાઈ ટંક, દેવજીભાઈ હિરજીભાઈ ટંક, ભાનુબેન દેવજીભાઈ ટંક, ગોદાવરીબેન ભગવાનભાઈ રાઠોડના મોત નિપજ્યાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રબંધન દળ દ્વારા તાકીદે બચાવ અને રાહતકામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉત્તરકાશીના પોલીસ અધિકારી મનોજકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, ગંગોત્રી હાઇવે પર મુનેરીનગર નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસ સુત્રો પ્રમાણે, ભેખડો ધસી પડતાં અચાનક ખડકો રસ્તા વચ્ચે આવી જતાં ચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને ભાગીરથી વહી રહી છે તે ખાઈમાં મિની બસ પટકાઈ ગઈ હતી.
ગંગોત્રીથી પરત ફરી રહ્યા હતા ત્યારે ટેમ્પો ટ્રાવેલર સુનગઢ પાસે ભાગીરથી નદીની ખીણમાં ખાબક્યો હતો. ઘટના એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળે જ 9 લોકોનાં મોત નિપજ્યાં હતા. મૃતકોમાં 7 ગુજરાતના અને 2 મહારાષ્ટ્રના છે. આ ગાડીમાં કુલ 13 લોકો સવાર હતા. તેઓ બધાં ગંગોત્રીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ટેમ્પો ટ્રાવેલર નૈનિતાલમાં રજીસ્ટર્ડ છે.
મૃતદેહોને લાવવા માટે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત 6 લોકો દેહરાદૂન જવા રવાના થયા છે. મૃતકોમાં બે મહિલા અને પાંચ પુરૂષ યાત્રીઓનાં મોત નિપજ્યાં હતાં. આ લોકો 30 સપ્ટેમ્બરે ચારધામની યાત્રાએ ગયા હતા.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં શુક્રવારે બપોરે ચાર વાગે મિની બસ ખાઈમાં ખાબકતાં રાજકોટના 7 યાત્રીઓ સહિત અન્ય 2 એટલે કુલ 9 યાત્રીઓના મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે અન્ય પાંચને ઈજા પહોંચી હતી. આજે મૃતદેહોને એર કાર્ગો દ્વારા દેહરાદૂનથી રાજકોટ લાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -