નવા વર્ષે રાજકોટને મળી AIIMSની ભેટ, 1200 કરોડના ખર્ચે તૈયાર થશે અદ્યતન હોસ્પિટલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jan 2019 06:00 PM (IST)
1
રાજકોટને એઈમ્સ મળવાથી રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ, જામનગર સહિતના શહેરોના દર્દીઓને સસ્તી સારવારનો લાભ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નીતિન પટેલે જણાવ્યું હતું કે કેંદ્ર સરકારે 31 ડિસેમ્બરે એઈમ્સની મંજૂરી આપી દિધી હતી. જેની આજે ગુજરાત સરકારે પત્રકાર પરિષદ યોજી સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
3
ગાંધીનગર: અંતે એઈમ્સ રાજકોટના ફાળે આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક પત્રકાર પરિષદને સંબોધન કરી રાજકોટને એઈમ્સ મળી હોવાની જાહેરાત કરી હતી. 1250 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ એઈમ્સ રાજકોટવાસીઓને મળશે. રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંઢેરીમાં એઈમ્સ બનાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -