રાજકોટ: એક જ આરોપીએ 48 કલાલમાં કર્યા બે રાક્ષસી કૃત્યો, જાણીને તમે સ્તબ્ધ થઈ જશો
રમેશ પર આ પહેલા એકપણ ગુનો પોલીસ ચોપડે નોંધાયો નથી. રમેશ રાજકોટમાં સદાવ્રત ચાલતું હોય ત્યાં જમી લેતો હતો. સીસીટીવી અને ખાનગી બાતમીદારો દ્વારા પોલીસે આ કેસ પાર પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ઝોન-2ના ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, આરોપી રમેશને પરિવારમાં પત્ની અને બહેન છે, રમેશ કાલાવડ બાજુનો વતની છે અને પત્નીએ છોડી દેતાં તે રાજકોટ રહેતો અને કોઈની રિક્ષા ભાડે મળે તો ચલાવતો હતો. તેમજ દેશી દારૂ પણ પીતો હતો.
આરોપીની કબૂલાત પ્રમાણે તેણે 70 વર્ષના વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા કરી હતી. ત્યાર બાદ ભાવનગર રોડ પરથી શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરી તેનાં પર બબ્બે વખત પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને પછી એ જ પદ્ધતિથી તેની પણ હત્યા કરી નાંખી હતી.
હત્યાના બંને બનાવો સામ્ય હોવાથી પોલીસે વધુ તપાસ કરતાં વૃદ્ધાની હત્યાના આરોપી રમેશે જ બાળકીની પણ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ નરાધમે 48 કલાકમાં જ આ બે ઘૃણાસ્પદ હત્યાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવતાં પોલીસ પણ હતપ્રભ થઈ ગઈ હતી.
આ દરમિયાન ભાવનગર રોડ પરથી અપહરણ કરાયેલી બાળકીની લાશ મળી આવી હતી અને તેની સાથે દુષ્કર્મ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ દિશામાં સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ હાથ ધરી હતી. બાળકીની હત્યા પણ દુષ્કર્મ આચર્યા બાદ ચહેરા પર ઘાતકી રીતે પથ્થરો મારીને કરી નાખી હતી.
આઘાતજનક બાબત એ છે કે તેણે આ બંને દુષ્કૃત્યો 48 કલાકની અંદર જ આચર્યા હતા. મંગળવારે પોલીસે યોજેલી પ્રેસ કોન્ફરન્સની વિગતોએ પોલીસ, મીડિયા સહિત હરકોઈને હતપ્રભ કરી દીધા હતા. ચાર દિવસ પહેલાં વૃદ્ધાને લૂંટીને તેની ઘાતકી હત્યા કરનાર આરોપી રમેશ 10 ફેબ્રુઆરીએ પોલીસે ઝડપી પાડ્યો હતો.
રાજકોટ: રાજકોટની સંસ્કારિતાને બટ્ટો લગાડતી ઘટના મંગળવારે પ્રકાશમાં આવી હતી. ત્રણ દિવસ પહેલાં વૃદ્ધાને લૂંટીને પથ્થરથી મોઢું છૂંદી હત્યા કરનારો આરોપી જ 3 વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર કરનારો અને પછી એ જ પદ્ધતિથી હત્યા કરી નાંખનારો હેવાન નીકળતાં પોલીસ પણ તેના આ રાક્ષસી કૃત્યથી સ્તબ્ધ થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -